- દિવાદાંડી

દિવાદાંડી

જન મન ઈન્ડિયાએ લોકકલ્યાણ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે શરૂ કરાયેલું અત્યંત જવાબદારીપૂર્વકનું અભિયાન છે. વ્યવસાયની દ્દષ્ટિએ જોઈએ તો તે એક પ્રોજેક્ટ છે, જે સાચા અર્થમાં પડકારરૂપ સાહસ છે અને વ્યક્તિગત રીતે જોઈએ તો તે પવિત્ર કર્તવ્ય છે.

પ્રિય નાગરીકો, લોકશાહીમાં આપણા બંધારણે પત્રકારત્વને મહત્વના આધારસ્તંભનો દરજ્જો આપીને ખૂબ ગંભીર જવાબદારી સોંપેલ છે. જનકલ્યાણની અવિરત યાત્રામાં શાસનતંત્ર અને અન્ય સેવાક્ષેત્રોની માફક આ જ બંધારણે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ આદર્શ આચારસંહિતાના અમલનો આગ્રહ સેવ્યો છે. સત્વનું તત્વ નંદવાય નહિં અને જાહેરહિત જોખમાય નહિં, તે ધ્યાને રાખી પ્રથમ રાષ્ટ્ર, ત્યારબાદ રાજ્ય, સમાજ અને છેવટે નાગરીકનું મહત્વ અને હિત બંને જળવાઈ રહે તેવા કર્તવ્યમાર્ગે નિષ્પક્ષ, નિર્ભિક અને નિર્ભેળ સમાચારો કે માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવે તો સોનામાં સુગંધ ભળી શકે. જન મન ઈન્ડિયા આવા જ નિર્ધાર સાથે બદલાતા સમયને અનુરૂપ ડીજીટલ પ્લેટફોર્મ પર લોકસેવા માટે સક્રિય બની રહ્યું છે. વર્તમાન સમય એ માહિતીયુગ છે. આજના સ્પર્ધાત્મક સમયમાં જ્યારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને વેબ મીડિયા પર માહિતી અને સમાચારો માટે લોકો સમક્ષ અસંખ્ય અવસરો પ્રાપ્ત છે, તેવા યુગમાં વિશ્વસનીય માધ્યમ તરીકે ઉભરવું અને સાતત્ય જાળવવું એ સાચે જ પડકારરૂપ લક્ષ્ય છે. આમ છતાં જન મન ઈન્ડિયાએ સમાજમાં સકારાત્મક વિચારો ધરાવતા મૂલ્યનિષ્ઠ વર્ગના પીઠબળની અપેક્ષા અને શ્રદ્ધા સાથે લોક-અપેક્ષા મુજબ પરિણામલક્ષી કામગીરી કરવા માટે જન મન ઈન્ડિયા સંકલ્પબદ્ધ બન્યું છે. અમારા કર્તવ્યપાલન સમયે અમારા માર્ગમાં આવતા કોઈપણ પ્રકારના પડકારો સામે સંઘર્ષ કરતી વખતે ભય, લોભ કે મોહ થકી વિચલિત થયા વિના અમારે અમારા ધ્યેયની દિશામાં સતત ગતિશીલ રહેવાનું છે. અમારું ધ્યેય જનકલ્યાણ અને રાષ્ટ્રસેવા છે. અમારી અજાણતા થયેલી કોઈપણ ભૂલ સામે આંગળી ચીંધવાનો કોઈપણ આપનો અધિકાર છે. આપની જાગૃતિ અમને અમારા લક્ષ્ય સુધી પહોંચાડી દેવામાં મદદગાર સાબિત થશે. આપનો સહકાર અને પ્રોત્સાહન એ જ જન મન ઈન્ડિયાની સફળતા હશે. –જન મન ઈન્ડિયા પરિવાર.
0Shares