- સાહિત્ય

સૂરથી થાય સારવાર એને કહેવાય સૂર-વારઃ હસે ઈ ખાટલેથી ખસે

સ્વર તમને ઈશ્વર સુધી પહોંચાડે છે. પણ મજાની વાત એ છે કે કોઈ માંદુ માણસ ઈશ્વર સુધી પહોંચવાની તૈયારી કરતું હોય તો એને અડધે રસ્તેથી રિટર્ન કરવામાં પણ સ્વર જ કામ આવે છે.  એટલે જ મ્યુઝીક થેરાપી એટલે સૂરથી સારવારનું મહત્ત્વ વધવા માંડયું છેને? જોકે દરદીને સાજો કરે એવું સંગીત સંભળાવવું જોઈએ તો સારવારની અસર થાય બાકી જેમાં  સાર ન હોય એવાં ઘોંઘાટીયા સંગીતથી વાર (પ્રહાર) કરવામાં આવે ને તો  સારવારને બદલે ‘સૂર-વાર’થી દરદી અધમૂવો થઈ જાય.

0Shares