- CURRENT AFFAIRS, ECONOMY, POLITICS, TECHNOLOGY

Budget 2019: આવતા 5 વર્ષમાં 1 લાખ ડિજિટલ ગામ બનશે

નાણા મંત્રી પીયુષ ગોયલ આજે એટલે શુક્રવારે મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું છેલ્લુ બજેટ રજુ કર્યું છે. આ દરમિયાન ખેડૂતો માટે ભેટ આપી. તેઓએ ડિજિટલ ઈન્ડિયા પર બોલતા કહ્યું કે આજે ભારતમાં સૌથી વધારે મોબાઈલ ડાટા યુઝર્સ છે અને સાથે જ ભારતમાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ મળી રહ્યું છે.

જ્યારે તેઓએ કહ્યું કે આવતા 5 વર્ષોમાં ભારતના 1 લાખ ગામોને ડિજિટલ ગામ બનાવવામાં આવશે. તેઓએ કહ્યું કે ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચિંગ હબ બનશે અને સરકાર તેમાં સહયોગ કરશે. જે અંતર્ગત ઈલેક્ટ્રૉનિક્સ પાર્ટ્સ, ઑટો મોબાઈ પાર્ટ્સના નિર્માણમાં સરકાર તરફથી મદદ મળશે અને પાર્ટ્સ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થશે.

પીયુષ ગોયલે જણાવ્યું કે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સંખ્યા 268 પહોંચી ગઈ છે જે પહેલા ફક્ત 2 હતી.

કેવું હોય છે ડિજિટલ ગામ ? 

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ડિજિટલ ગામનો સીધો અર્થ, એક એવુ ગામ છે જ્યાં તમામ આધુનિક સુવિધાઓ મળે. ઉદાહરણ તરીકે તે ગામમાં એટીએમ હોય, ઈન્ટરનેટની સુવિધા હોય, ગામની દુકાનો પર ડેબિટ કાર્ડ અને ડિજિટલ વૉલેટથી પણ ચુકવણી કરવાની સુવિધા હોય.

ડિજિટલ ગામ સ્કીમ અંતર્ગત સરકાર આવા ગામોમાં મિની બેંક, મિની એટીએમ, હોટલ બુકિંગ અને મોબાઈલ તેમજ ડીટીએચ રિચાર્જ જેવી સુવિધાઓ આપે છે. ડિજિટલ ગામ સ્કીમ અંતર્ગત ગામોમાં મોબાઈલ વાઈ-ફાઈ, હૉટ-સ્પૉટ મળે છે.

ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગામના ખેડૂતોને હવામાનની તત્કાલ જાણકારી આપવામાં આવે છે. સાથે જ ખેડૂતોને ઈન્ટરનેટ અને વીડિયોના માધ્યમથી ખેતીની રીત જણાવવામાં આવે છે અને ઑનલાઈન બેન્કિંગ સુવિધાઓ આપવામાં આવે છે. તદ્દપરાંત ગામમાં રાત્રી દરમિયાન વીજપ્રકાશની સુવિધા કરવામાં આવશે. 

0Shares