- CURRENT AFFAIRS, ECONOMY, OFF BEAT

ગુજરાતઃ જૂની બસો બનશે ગરીબોનું આશ્રયસ્થાન

ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ નિગમે બેઘર લોકોને આશ્રય આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જેના અંતર્ગત નિગમની જૂની બસો જે 8 લાખ કિલોમીટરથી વધારે ફરી ચુકી છે, તેમને શેલ્ટર હોમમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.

આ શેલ્ટર હોમ્સમાં જરૂરિયાતની તમામ સુવિધાઓ હશે. ટ્રાન્સપોર્ટ નિગમે તેમાં બેડથી લઈ પાણી, વીજળી, પંખા અને સીસીટીવી કેમેરા સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં ઠંડી, ગરમી કે ચોમાસાની ઋતુમાં ફુટપાથ પર જીવન વિતાવનારા લોકોને સુવિધા આપી શકાય.

અધિકારિઓએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ નિગમની એક બિન-ઉપયોગી બસને ગરીબોનું આશ્રયસ્થાન બનાવવામાં લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.

રાજ્ય ટ્રાન્સપોર્ટ નિગમ અને નગર પાલિકાએ સંયુક્ત રૂપથી ભરૂચ જિલ્લામાં આ પ્રયોગ શરૂ કર્યો છે. જો કે પ્રયોગ તરીકે હમણા 2 બસોને જ ગરીબોના આશ્રય માટે રાખવામાં આવી છે. એક બસમાં વધારેમાં વધારે 10 લોકોના સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

0Shares