- CURRENT AFFAIRS, ECONOMY, ENTERTAINMENT

પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને EDની નોટિસ

સૂફી ગાયક રાહત ફતેહ અલી ખાન પર વિદેશી ચલણનું સ્મગલિંગ કરવાનો આરોપ છે. આ મામલે તપાસ કરી રહેલી EDએ રાહત ફતેહ અલી ખાનને ફેમા અંતર્ગત નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

જણાવી દઈએ જો ED રાહતના જવાબથી સંતુષ્ટ નથી થતી તો તેના પર 300 ટકા સુધીનો દંડ લાગી શકે છે. દંડ ન ભરવાની સ્થિતિમાં રાહત વિરુદ્ધ ભારતમાં લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે, સાથે જ ભારતમાં રાહતના કાર્યક્રમો પર પણ રોક લાગી શકે છે.

રાહત ફતેહ અલીને ભારતમાં અવૈધ રીતે 3.40 લાખ યૂએસ ડૉલર મળ્યા હતા. તેમાંથી રાહતે બે લાખ પચ્ચીસ હજાર ડૉલરનું સ્મગલિંગ કરી દીધું હતુ.

વર્ષ 2011માં રાહત ફતેહ અલી ખાનને દિલ્હીના IGI એરપોર્ટ પર સવા લાખ ડૉલર સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાહત પાસે આ પૈસાના કોઈ દસ્તાવેજ નહોતા. રાહતના સાથે તેમના મેનેજર મારુક અને ઈવેન્ટ મેનેજર ચિત્રેશને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ લોકોને ત્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે તે દુબઈના રસ્તે લાહોર જવાના હતા. રાહતની બેગમાંથી 24 હજાર ડૉલર જ્યારે દળના અન્ય સક્ષ્યોની બેગમાંથી 50-50 હજાર ડૉલર પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણે 16 સભ્યદળનો ભાગ હતા. ડીઆરઆઈએ તે સમયે કહ્યું હતુ રાહત પાસે જેટલી રકમ હતી તે આપવામાં આવેલા પરવાનગી કરતા વધારે હતી.

રાહત ફતેહ અલી ખાને બૉલીવુડમાં વર્ષ 2003થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મ પાપમાં 'લગી તુજસે મન કી લગન' ગીત ગાયુ, ફિલ્મ 'ઈશ્કિયા'ના ગીત 'દિલ તો બચ્ચા હે જી' માટે રાહતને ફિલ્મ ફેયર અવોર્ડ મળી ચુક્યો છે.

0Shares