- CURRENT AFFAIRS, ECONOMY

એલર્ટઃ SBIના આ ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બરથી થઈ જશે બંધ

દેશની સૌથી મોટી બેંકે તેના ખાતાધારકો માટે એક ચેતવણી જારી કરી છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ જાહેરાત કરી છે કે તે 31 ડિસેમ્બર પછી તેના ઘણા એટીએમ કમ ડેબિટ કાર્ડ બંધ કરશે. આવી સ્થિતિમાં, ગ્રાહકે કાર્ડને બદલવા માટે તાત્કાલિક બેંકનો સંપર્ક કરવો જોઈએ. જો આમ કરવામાં ન આવ્યું, તો પછી હાલમાં ચાલુ કાર્ડ સાથે વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જશે.

આ કાર્ડ થશે બંધ

એસબીઆઇએ કહ્યું છે કે, તે તેના હાલના મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરશે. 1 જાન્યુઆરી, 2020થી, ફક્ત ઇએમવી ચિપ અને પિનવાળા કાર્ડનો ઉપયોગ કરી શકાશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના આદેશથી આવું કરવું જરૂરી છે. આદેશ મુજબ, ભારતમાં કાર્યરત તમામ બેંકોના મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા ડેબિટનો સંપૂર્ણ ઉપયોગ આ વર્ષના અંત સુધીમાં બંધ કરવો પડશે.

બેંકોને પહેલેથી જ છેતરપિંડી ટાળવા માટે આરબીઆઈ તરફથી આમ કરવા સૂચનાઓ મળી છે. મોટાભાગના નવા ગ્રાહકોને ઇએમવી ચિપ સાથે ડેબિટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો, 31 ડિસેમ્બર પછી ગ્રાહકો પૈસા કાઢી શકશે નહીં.

આ રીતે બદલી શકો છો કાર્ડ

એસબીઆઇએ તેના ગ્રાહકોને કહ્યું છે કે, જૂના કાર્ડને બદલવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગ, યોનો એપમાં અથવા તેમની શાખાની મુલાકાત લઈને કાર્ડ બદલીને પણ આ કરી શકે છે. જો ગ્રાહકને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગે છે, તો તે પણ તેના રિફંડ મેળવવા માટે અરજી કરી શકે છે.

0Shares