- ઈકોનોમી, કરંટ અફેર્સ

તો શું હવે 2000ની નોટો બંધ થશે!

સરકારને 2000 રૂપિયાની નોટોનું પરિભ્રમણ સંપૂર્ણપણે બંધ કરવાનું સૂચન મળ્યું છે. જો ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ દ્વારા આપવામાં આવેલા સૂચનો પર જો સરકાર સંપૂર્ણ રીતે અમલ કરે તો તે ઝડપથી થઈ શકે છે. ગર્ગે ગુરુવારે 72 પેજોમાં 2000ની નોટ બંધ કરવા ઉપરાંત અનેક સૂચનો કર્યા છે. ગર્ગ અગાઉ નાણાં મંત્રાલયમાં સચિવ હતા, ત્યારબાદ તેમની ઉર્જા મંત્રાલયમાં બદલી થઈ હતી. બદલી થયા પછી, તેઓએ 31 ઓક્ટોબરના રોજ વીઆરએસ દ્વારા નિવૃત્તિ લીધી.

સરકારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે ખતમ

ઈન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ પ્રમાણે ગર્ગે સરકારને તમામ સરકારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ખતમ કરવાની સાથે જ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને આરબીઆઈની જગ્યાએ પોતાના ખર્ચાને જાતે જ મેનેજ કરવાની ભલામણ પણ કરી દીધી છે. તેની સાથે જ બજેટ બાદ ઉધારી લેવાને બંધ કરવા માટે પણ કહ્યું છે.  

આ કારણે કરાઈ બે હજારની નોટોને બંધ કરવાની ભલામણ

ગર્ગે કહ્યું છે કે, લોકો 2000ની નોટોની જમાખોરી કરવામાં લાગ્યા છે. તેનાથી મોટી સંખ્યામાં આ નોટ પ્રચલનમાં નથી. તેનાથી લોકો તેનો ઉપયોગ ટ્રાન્જેક્શનમાં ખુબ ઓછો કરી રહ્યા છે. જો આ નોટ બંધ કરવામાં આવે છે તો કોઈને પણ નુકસાન નહીં થાય.

પ્રતિ હજાર મોટી નોટોના છાપકામ પર અધિક ખર્ચ

નોટ              છાપકામ ખર્ચ (રૂપિયામાં)

10    રૂપિયા             700 
20    રૂપિયા               850
50    રૂપિયા             830
100  રૂપિયા            1,500
200  રૂપિયા            2,240
500  રૂપિયા           2,390
2,000  રૂપિયા           4,180

0Shares