- કરંટ અફેર્સ, પોલીટીક્સ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સૂરક્ષામાં થઇ ચૂક

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. પ્રિયંકા ગાંધીના ઘરમાં એક શંકાસ્પદ ગાડી ઘૂસી ગઇ હતી, જેમાં કેટલાક અજાણ્યા શખ્સો સવાર હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસ સ્થાનમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ એક બાળક સાથે ઘુસી ગયા હતા.

જ્યારે અજાણ્યા શખ્સો ગાડીમાંથી ઉતર્યાં ત્યારે પ્રિયંકા ગાંધી તેમને મળી અને પૂછ્યું ક્યાંથી આવ્યાં છો ? ત્યારે જવાબમાં કહ્યું કે તેઓ પ્રિયંકા ગાંધીના ચાહક છે અને તેમને મળવા આવ્યાં છીએ. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ તે લોકોને ચા-નાસ્તો કરાવી રવાના કર્યા હતા.

જે કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયે પ્રિયંકા ગાંધી એક મહત્વની બેઠકમાં સામેલ હતા. પ્રિયંકા ગાંધીની ઓફિસમાંથી CRPF ના IG ને લખવામાં આવેલા પત્રમાં સુરક્ષામાં ચૂક અંગે જણાવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગત મહીને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના પરિવાર પાસેથી SPG (સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ) સુરક્ષા પરત ખેંચી લીધી હતી અને તેની જગ્યા પર કેન્દ્રીય રીઝર્વ પોલીસ (CRPF) ની ઝેડ પ્લસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.

0Shares