- કરંટ અફેર્સ, પોલીટીક્સ

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ફડણવીસ અને રાજ્યના અન્ય મંત્રીઓ રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળ્યા. ત્યાર બાદ તેમણે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું.

રાજીનામું આપ્યા પછી ફડણવીસે મીડિયાને પણ મળ્યા હતા અને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો.ફડણવીસે કહ્યું કે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અમે લોકોના વિકાસ માટે ઘણું કામ કર્યું. આ કામના આધારે જનતાએ ફરીથી એનડીએની પસંદગી કરી છે. તેમણે શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો. 

શિવસેના સાથેના 50-50 ફોર્મ્યુલા પર તેમણે કહ્યું કે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીને લઇ કોઈ વાત થઇ નથી. ફડણવીસે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ગતિવિધિ માટે શિવસેનાને દોષી ઠેરવ્યા. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ઘણી વખત ફોન કર્યો, પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં. અમે નહીં પરંતુ શિવસેનાએ આ ચર્ચાને નકારી કાઢી છે.

મીડિયામાં નિવેદનો આપીને રચતી નથી સરકાર 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના સતત મીડિયામાં નિવેદનો આપી રહી છે, પરંતુ માત્ર નિવેદનોથી સરકાર રચાતી નથી. ફડણવીસે કહ્યું કે કમનસીબે જ્યારે પરિણામ આવ્યું, ત્યારે ઉદ્ધવજીએ કહ્યું હતું કે સરકાર રચવાના તમામ વિકલ્પો ખુલ્લા છે. પરંતુ પાછળથી તેમનો નિર્ણય અમારા માટે આઘાતજનક હતો. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઘણા નેતાઓએ કહ્યું કે ભાજપ ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બધા આક્ષેપો પાયાવિહોણા છે. અમે સરકાર બનાવવા માટે ધારાસભ્યોને ખરીદવાનું કામ કરતા નથી.

નવા ચહેરા પર વિચાર કરી શકે છે ભાજપ 

15 દિવસના ખેંચાણ છતાં પણ ડેડલોકનો ભેદ ઉકેલાયો ન હતો ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું પડ્યું હતું. આમાંથી સ્પષ્ટ થાય છે કે ફડણવીસ સર્વોપરિતાની લડાઈમાં પાછળ પડ્યા હતા. જો કે સૂત્રો એમ પણ કહે છે કે ફડણવીસનું રાજીનામું મેળવીને ભાજપ નવા ચહેરાને પર દાવ અજમાવી શકે છે.

આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઇ જશે ચિત્ર 

હજુ સુધી કોઈ પણ પક્ષે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો નથી. માનવામાં આવે છે કે કોંગ્રેસ અને એનસીપી ભાજપનો પરાજય થાય ત્યાર બાદ જ પોતાના પત્તા ખોલશે. તે શિવસેનાની એનડીએમાંથી બહાર આવવાની ઘોષણાની રાહ જોઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં શનિવાર સુધી જ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

 

નોંધઃ- સમાચાર અપડેટ થાય છે.
 

0Shares