- CURRENT AFFAIRS, POLITICS

11 ઓક્ટોબરે ભારત આવશે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઓક્ટોબરે બે દિવસીય મુલાકાત પર ભારત પહોંચશે અને ચેન્નાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને વૈશ્વિક નેતાઓ પાંચ કલાક અથવા 315 મિનિટની અવધિ સાથે ચાર જુદી જુદી બેઠકો કરશે. આ સમય દરમિયાન, પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં રોકાશે, જ્યાંથી બંગાળની ખાડીનો નજારો દેખાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અનૌપચારિક બેઠક હોવાને કારણે ચીની રાષ્ટ્રપતિની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે કોઈ પ્રકારના કરાર અથવા એમઓયુ પર હસ્તાક્ષર થશે નહીં અને કોઈ સંયુક્ત સમજૂતી આપવામાં આવશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ચીનના વિદેશ મંત્રી અને પોલિટ બ્યુરો સદસ્ય પણ ભારત આવશે.

જિનપિંગ 24 કલાક ચેન્નાઇ અને તેના આસપાસના વિસ્તારોમાં વિતાવશે. તે શુક્રવારે દોઢ વાગ્યે ચેન્નાઈ પહોંચશે અને બીજા દિવસે લગભગ તે જ સમયે તે પોતાના દેશ પરત ફરશે. બંને નેતાઓ મહાબલિપુરમના ત્રણ પ્રખ્યાત સ્મારકો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. 

0Shares