- કરંટ અફેર્સ, પોલીટીક્સ

ભારતની જવાબી કાર્યવાહીથી ડર્યા ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન કાશ્મીર મુદ્દાને કોઈ પણ હાલતમાં પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી. આ જ કારણ છે કે તેમણે એકવાર ફરી કાશ્મીર રાગ આલાપતા ટ્વીટ મારફતે પાકિસ્તાનનો પ્રોપગેન્ડા સામે રજુ કર્યો છે. જુઠ્ઠાણાનો સહારો લેતા તેઓએ કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી લોકો અમાનવીય પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે.

ફક્ત એટલું જ નહીં ખાને કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસોમાં લાગેલા આતંકીઓની પેરવી કરી. તેઓએ કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કાશ્મીરીઓની મદદ માટે કોઈ સરહદ પાર કરે છે તો ભારત દુનિયા સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઈસ્લામી આતંકવાદ કરાર આપે છે. તેનાથી ભારતને કાશ્મીરઓના ઉત્પીડનને વધારવા અને નિયંત્રણ રેખા પર હમલો કરવાનું બહાનુ મળી જશે.

પાંચ ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને પરત લઈ લીધા હતો. ઘાટીમાંથી અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઈઓને નિષ્પ્રભાવી કરવાના બે મહિના વીતી ચૂક્યા છે. ઘાટીમાં પરિસ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે. મહાત્મા ગાંધીની 150મી જ્યંતીના અવસરે સરકારે અનેક નજરબંધ નેતાઓને મુક્ત કર્યા હતા.

પાકિસ્તાની સેના નિયંત્રણ પર સતત ગોળીબાર કરી આતંકીઓ અને ઘુસણખોરોને કવર આપી રહી છે. પરંતુ ભારતની ચૌક્સીના કારણે ઘુસણખોરી સરહદપાર કરવામાં અસફળ થઈ રહ્યા છે. જે આતંકીઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરફથી ભારતમાં દાખલ થવાના પ્રયાસ કર્યા તેમને ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં મારી પાડ્યા. ભારતની કડક કાર્યવાહીના કારણે જ પાકિસ્તાન બૌખલાયેલું છે. 

0Shares