- લાઈફ સ્ટાઈલ

અમેરિકાના પ્રોફેસરે કર્યું છે અદ્દભુત ઝાડ તૈયાર

આપણે એવુ માનતા હોઇએ છીએ કે કોઇ વૃક્ષ એક જ પ્રકારનું ફળ આપતું હોય છે, પરંતુ આવું નથી. પરંતુ દુનિયામાં એક સ્થળ એવું છે જ્યાં એક વૃક્ષ 40 પ્રકારના ફળ આપે છે. જો કે આ વાત પર ભરોસો કરવો મુશ્કેલ જરૂર છે પરંતુ આ હકીકતમાં સાચુ છે.  આપણે નાનપણથી એવુ સાંભળતા આવીએ છીએ કે એક વૃક્ષ પર એક જ પ્રકારનું ફળ આપતું હોય છે.

અમેરિકામાં એક પ્રોફેસર દ્વારા એક અદ્દભુત ઝાડ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર 40 પ્રકારના ફળ આવે છે. આ અનોખું ઝાડ 'ટ્રી ઓફ 40' નામથી પ્રસિદ્ધ છે. જેમાં બેર, પીચ, જરદાળુ, ચેરી અને નેક્ટરાઇન જેવા ફળ આવે છે.

જો કે આ અનોખા ઝાડની કિંમત તમને ચક્કર લાવી દેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 'ટ્રી ઓફ 40' ની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા છે. અમેરિકાના એક પ્રોફેસર દ્વારા બનાવામાં આવેલ આ ઝાડને વિકસિત કરવા વિજ્ઞાનની મદદ લેવી પડી છે.

આ કામની શરૂઆત 2008માં કરી હતી.  પ્રોફેસરે આ ઝાડ વાવવા બગીચાને ભાડે લીધો છે અને ગ્રાફટિંગ ટેકનીકની મદદથી તેમણે 'ટ્રી ઓફ 40' જેવા અદ્દભુત ઝાડ ઉગાડવામાં સફળતા મેળવી.

0Shares