- ACHIEVERS

વડોદરાની આ 16 વર્ષીય યુવતી બની Miss Teen International 2019

વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીતી લીધો છે. 19 ડિસેમ્બરે ગુડગાંવમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી. મિસ ટીન ઇન્ટરનેશનલ વિશ્વનું સૌથી જૂનું ટીન પેજેન્ટ (ટાઇટલ) છે અને છેલ્લા 27 વર્ષથી કોઈ પણ ભારતીય આ ખિતાબ જીતી શક્યું નથી. આયુષીએ આ સ્પર્ધાની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

11 માં ધોરણમાં ભણતી આયુષી કથકમાં પણ નિષ્ણાત છે. આ સ્પર્ધામાં તેણે બેસ્ટ ઇન નેશનલ કોસ્ચ્યુમ અને બેસ્ટ ઇન સ્પીચ એવોર્ડ પણ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં 22 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પેરાગ્વેની યેસેનિયા ગ્રાસિયા પ્રથમ રનર અપ રહી અને બોત્સ્વાનાની અનિસિયા ગાઓટુસી બીજી રનર અપ રહી હતી.

વસુધૈવ કુટુંબકમથી જીત્યું દિલ

આયુશીએ જજને છેલ્લા સવાલના જવાબમાં ખૂશ કરી દીધા. સવાલ હતો- શુ તમને લાગે છે કે જો દુનિયામાં માત્ર એક જ વૈશ્વિક સરકાર હોત તો કોઇ દેશ અલગ થયો ન હોત, તો દુનિયા એક સૌથી સારી જગ્યા બની શકી હોત? જેના જવાબમાં આયુષીએ કહ્યું હતું કે, 'હું એમ નથી વિચારતી કે, એક સરકાર હોય તો જ દુનિયા સારી બની શકે છે, કારણ કે પ્રત્યેક દેશ ભૌગોલિક દૃષ્ટિએ, લોકો અને તેમના વિચારોથી વહેંચાયેલો છે. આખી દુનિયા અને રાજનેતા પોતાના દેશ અને તેમાં રહેતા લોકોની ભલાઈ માટે જાગૃત છે. એક ભારતીય હોવાની રીતે હું વસુધૈવ કુટુંબકમમાં દૃઢ વિશ્વાસ રાખું છું, જેનો મતલબ એમ થાય છે કે આખી દુનિયા એક મોટો પરિવાર જેવો છે. તેથી જ, વિભિન્ન દેશ અને સરકાર હોવા છતાં આપણે સૌ એક પરિવાર છીએ અને પ્રેમ-શાંતિથી બંધાયેલા છીએ.'

કાર્યક્રમમાં વિએતનામની થુ ફાને મિસ ટીન એશિયા, પેરિસની મારિયા લુઇસાએ મિસ ટીન યૂરોપ, બોત્સવાનાની એનિસિયા ગાઓતુસીએ મિસ ટીન આફ્રિકા અને બ્રાઝિલની એલેસેન્ડ્રા સન્ટોસે મિસ ટીન અમેરિકાનો ખિતાબ જીત્યો છે.

0Shares