- ACHIEVERS

વડોદરાની આ મહિલા બની Ms India 2019

ભારત જેવા દેશોમાં લગ્ન બાદ મહિલાએ સુંદરતાની સ્પર્ધાઓ જીતવી કોઈ સહેલી વાત નથી. પરંતુ જો ખૂબ મહેનત અને રૂચી હોય તો કંઇ પણ અસંભવ નથી. એવુંજ કંઇક કરીને બતાવ્યું છે પૂજા દેસાઇએ. મંગળવારે વડોદરામાં આયોજીત મિસીસ ઇન્ડીયા પ્રાઇડ ઓફ નેશન-2019માં પૂજાનું આ એવોર્ડથી સન્માન કરાયું હતું. 

વાતચીત દરમિયાન પૂજાએ જણાવ્યું કે સ્પર્ધા માટે અમારે સવારે 7.30 વાગ્યે રિપોર્ટ કરવાનું હોય છે અને દિવસભર અમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી દિવસમાં 2 વાગ્યા સુધી રેપ પર અભ્યાસ કરાવવા આવે છે. તે ઘણુ અધરુ હતું પરંતુ તેનાથી મારા જીવનમાં ઘણા ફેરફારો થયાં છે.

તેણે કહ્યું મહિલાઓ માટે કંઇ પણ અઘરું હોતું નથી. માત્ર આત્મવિશ્વાસ હોય તો દરેક કામમાં સફળતા મળે છે. મને કોમ્પીટીશનના 20 દિવસ પહેલાં મેલેરીયા અને તે બાદ ટાઇફોડ થઇ ગયો હતો. પરંતુ, હિંમત હારી ન હતી. અને ભાગ લીધો હતો અને હું વિજેતા બની છું. 

તે પૂછ્યા બાદ તેમને કામ અને પોતાના દૈનિક જીવનની વચ્ચે એક સંતુલન કઇરીતે બનાવી રાખીએ તેમ પૂછવામાં આવ્યું, તેમણે કહ્યું કે, જો એક મહિલા એવું ઇચ્છે છે તો સમયની પરવાનગી તેના માટે સહેલી છે. લગ્નબાદ આપણે ઘણીવખત આપણા બાળકો અને આપણા ઘરના લોકોની વધતી જવાબદારીઓને કારણે આપણી ઓળખ ભૂલી જઇએ છીએ, પરંતુ મારું આ માનવું છે કે તેનું બહાર આવવું જરૂરી છે.  

0Shares