- ACHIEVERS

આ 16 વર્ષની છોકરીએ કર્યું એવું કામ કે ઓબામા પણ બની ગયા ફેન

હવામાન પલટા સામે વિરોધ દર્શાવતા વિશ્વભરના લાખો લોકો શહેરોના માર્ગો પર ઉતરી ગયા છે. તે બધા ભેગા મળીને હવામાન પરિવર્તનનો વિરોધ કરી રહ્યા છે. જેથી દેશોના રાજકીય નેતાઓએ તાત્કાલિક આ મુદ્દે થોડીક કડક કાર્યવાહી કરે. પરંતુ શું તમે જાણો છો કે આ હવામાન પરિવર્તનને રોકવા માટે શરૂ કરેલા આ આંદોલનનું નેતૃત્વ 16 વર્ષીય છોકરી કરી રહી છે. જેનું નામ ગ્રેટા થનબર્ગ છે. ચાલો જાણીએ આ છોકરી કોણ છે અને તેની માંગ શું છે.

ગ્રેટા થનબર્ગનો જન્મ 3 જાન્યુઆરી 2003ના રોજ સ્વીડનમાં થયો હતો. તે એક સ્વીડિશ પર્યાવરણ કાર્યકર છે જે વાતવરણ પરિવર્તન વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. 

ગ્રેટા થનબર્ગ હવામાન સંકટ પર કાર્યવાહીના અભાવ માટે રાજકારણીઓને જવાબદાર ઠેરવે છે. 18 સપ્ટેમ્બરના રોજ, યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ગ્રેટા થનબર્ગને મળ્યા અને તેના કાર્યની પ્રશંસા કરી. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ગ્રેટા થનબર્ગ સાથે એક ફોટો શેર કર્યો હતો.

સ્કૂલમાંથી લીધી રજા, સંસદની સામે કર્યા ધરણા 

ઓગસ્ટ 2018માં, 15 વર્ષની ઉંમરે, થનબર્ગે સ્વીડિશ સંસદની બહાર પ્રદર્શન કરવા માટે શાળામાંથી રજા લીધી. તેના હાથમાં એક બોર્ડ હતું, જેમા લખ્યું હતું ' stronger climate action' જ્યારે બીજા બાળકોને પણ આ બાબતની ખબર પડી તો તેઓ પણ ગ્રેટાની સાથે જોડાઈ ગયા.

ગ્રેટા થનબર્ગે તેના સાથીદારો સાથે મળીને ' Fridays for Future' નામનું એક સ્કૂલ વાતાવરણ પરિવર્તન હડતાલ આંદોલન શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ગ્રેટાએ વર્ષ 2018માં 'યુનાઇટેડ નેશન ક્લાઇમેટ કોન્ફરન્સ' સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ક્યાંકને ક્યાંક વિદ્યાર્થી આંદોલન કરી રહ્યા છે. 2019માં જે પ્રદર્શનો થયા, જેમાં પ્રત્યેકમાં એક મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ શામેલ થયા હતા.

ગ્રેટા તેની સીધી બોલવાની રીત માટે જાણીતી છે. તે જાહેર, રાજકીય અને વિધાનસભાઓનાં નેતાઓને "હવામાન સંકટ" માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી રહ્યી છે. તમને જણાવી દઈએ કે, ગ્રેટા જાણતી હતી કે જો વાતાવરણની કટોકટીથી બચવું હોય તો શરૂઆત ઘરથી જ કરવી પડશે. 

આવી સ્થિતિમાં, તેણે સૌ પ્રથમ તેના માતાપિતાને જીવનશૈલીમાં આવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું, જેમાં કાર્બનનું ઉત્સર્જન થતું હતું. જે પર્યાવરણ માટે સારું નથી. આમાં હવાઈ મુસાફરી કરવી અને માંસ ન ખાવાનું શામેલ છે.

તમને જણાવી દઈએ કે, લોકોને વિમાનની મુસાફરી બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે વિમાનમાંથી કાર્બનનું ઉત્સર્જન વધારે થાય છે. ગ્રેટાએ પોતે પણ બે આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવા વિમાનની મુસાફરીનો ઇનકાર કરી દીધો હતો. 

0Shares