- સિધ્ધિ

સવજીભાઈ ધોળકિયાઃ કર્મચારીઓને પરિવાર જ માનતા દિલદાર શેઠ

દરેક બિઝનેસમેન પોતાના કર્મચારીઓની મહેનતથી કમાતો હોય છે પણ એ જ કર્મચારીઓને વળતર આપવાની વાત આવે ત્યારે તેનો જીવ ટૂંકો થઈ જાય છે. આ કહાની બધે જ છે ત્યારે સુરતના એક બિઝનેસમેન એવા
છે કે જે પોતાના કર્મચારીઓને ખુલ્લા મનથી પગાર તો આપે જ છે પણ તેમને બોનસમાં કાર અને ફ્લેટ જેવી ભેટ પણ આપે છે. 

આ બિઝનેસમેન છે, સવજીભાઈ ધોળકિયા. 9000 કર્મચારી અને રૂપિયા 6000 કરોળના ટર્નઓવર સાથે દેશની ટોચની ડાયમંડ કંપનીઓમાં સ્થાન ધરાવતી હરિક્રિષ્ના એક્સપોર્ટના મલિક સવજી ભાઈ ધોળકિયા કદાચ
ગુજરાતના સૌથી દિલદાર શેઠ છે. 

સવજીભાઈ ધોળકિયા માત્ર પાંચ  ધોરણ સુધી જ ભણી પણ પોતાની સૂઝબૂઝથી તેમણે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. 12 એપ્રિલ 1962ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના નાનકળા ગામ દુધાળામાં તેમનો
જન્મ થયેલો. સવજીભાઈને નાનપણથી જ ભણવામા બહુ રસ નહોતો માટે એ પાંચમા ધોરણ સુધી જ ભણ્યા. એ પછી તે સુરત આવી ગયા. 

ખાસ કંઈ ભણતર ના હોવાને કારણે બીજું કામ મળે તેમ નહોતું તેથી માત્ર 12 વર્ ની જ ઉંમરે તે  સુરતની એક નાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કરવા લાગ્યા. અહીં તેમને મહિને 180 રૂપિયા પગાર મળતો. જો કે
સવજીભાઈ બહુ ઝડપથી કા શીખવા લાગ્યા ને થોડા મહિનામાં તો સારા કારીગર બની ગયા તેથી તેમનો પગાર વધારીને 1200 રૂપિયા કરી દેવાયો હતો. 

સવજીભાઈએ હીરા ઘસવાની નોકરી 10 વર્ષ કરી.  આ 10 વર્ષમાં એ પોતે હીરાના બિઝનેસના નિષ્ણાત બની ગયા હતા. એ જ વખતે તેમના બે ભાઈ તુલસીભાઈ અને હિમ્મતભાઈ સુરત આવ્યા. તેમણે પણ હીરાના
બિઝનેસમાં ઝંપલાવ્યું.  

કેટલા દોસ્તો પણ તેમાં જોડાયા ને બધાંએ સાથે મળીને પોતાના જ ઘરેથી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. સવજીભાઈની જિંદગીમાં આ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. બધા સાથે મળીને મહેનત કરતા તેથી કામ વધવા માંડ્યું ને
પછી સવજીભાઈએ પોતાનું કારખાનું શરૂ કર્યું.  

એ વખતે તેમણે પોતાના પિતા પાસેથી ઉછીના 3900 રૂપિયા લીધા હતા.  પ્રાગજીભાઈ સાથે ભાગીદારીમા કારખાનું શરૂ કર્યું ને પછી પાછા વળીને જોયું નથી. 1991માં કંપનીનું ટર્નઓવર રૂપિયા 1 કરોડ રૂપિયાને પાર
થઈ ગયું ત્યારે આટલું કામ કરવું એ બહુ મોટી વાત ગણાતી.  

એક વર્ષ પછી એટલે કે 1992માં  બિઝનેસ વધારવા માટે મુંબઈમાં એક બિઝનેસ સલાહકારની મદદથી માર્કેટિંગ ઓફિસ ખોલી અને મુંબઈથી બિઝનેસનું સંચાલન શરૂ કર્યું. મુંબઈમાં ઓફિસ ખોલ્યા બાદ તેમનો બિઝનેસ
ઝડપથી વધ્યો.  આજે ધોળકિયા  75થી વધારે દેશમાં પોતાના હીરાની નિકાસ કરે છે. હરિ ક્રિષ્ના ડાયમંડ સાત દેશમાં પોતાની ઓફિસે ધરાવે છે.

ધોળકિયા અબજો કમાયા છે ને એ સમાજમાંથી કમાયા છે તેથી સમાજને પાછું આપવામાં માને છે. તેમના પિતાએ  એક પ્રથા શરૂ કરેલી કે, પોતાની કુલ કમાણીમાંથી 10 ટકા કમાણી દાનમાં આપવી. સવજીભાઈ પોતે આ
પરંપરા નિભાવે છે અને છૂટથી દાન કરે છે. સવજીભાઈ આકરી મહેનતમા માને છે. 

તેમણે પોતાના દીકરાને પણ માત્ર 7000 રૂપિયા આપીને નોકરી શોધવા અને પોતાની રીતે સક્ષમ બનવા કહેલું. સવજીભાઈએ સૌરાષ્ટ્રમાં જલસંચયમા મોટુ કામ કર્યું છે. તેમણે પંચ ગંગા તીર્થ સરોવર નું નિર્માણ કરાવ્યું
છે.  

ધોળકિયા આવનારી પેઢી માટે રોલ મોડલ છે તેમાં શંકા નથી. 

0Shares