- સિધ્ધિ

ડો.તેજસ પટેલઃ પ્રમુખ સ્વામીના ઓપરેશને જીવન રાહ બદલી નાંખી

મેડિકલ ક્ષેત્ર બહુ આગળ વધી ગયું છે અને આ ક્ષેત્રમાં એટલાં બધાં સંશોધનો થાય છે કે, આપણે ચકરાઈ જાય. ભારતમાં મેડિકલ ક્ષેત્રે બહુ સંશોધન થતાં નથી છતાં કેટલાક ડોક્ટરો એવા છે કે જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ સંશોધનો કરે છે. લોકોની તકલીફો ઘટે અને તેમને સસ્તા દરે સારવાર મળી રહે તે માટે મથ્યા કરતા આ ડોક્ટમાં એક નામ ડો. તેજસ પટેલનું પણ છે. 

ખ્યાતનામ કાર્ડિયાક સર્જન એટલે કે હૃદયરોગના નિષ્ણાત ડો. તેજસ પટેલે હૃદય રોગના દર્દીઓ માટે અનેક સંશોધનો કર્યાં છે અને એકદમ સરળ કહેવાય તેવી ટેકનિક્સ પણ વિકસાવી છે. તેના કારણે અત્યાર સુધીમાં હજારો દર્દીઓને નવજીવન મળ્યું છે. 

મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા તેજસ પટેલ નેશનલ સ્કોલરશિપ લઈને ભણ્યા હતા. શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય પાસેથી મળેલી સ્કોલરશિપથી ભણેલા ડો. તેજસ પટેલે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને પછી એમ.ડી. કર્યું. બંનેમાં ગોલ્ડ મેડલ મેળવનારા તેડસ પટેલે પછી યુ.એન. મહેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરમાંથી ડોક્ટરેટ કર્યું. 

આ  જ સંસ્થામાં પછી તે નોકરીએ જોડાઈ ગયા. 2004 સુધી તેમણે સરકારી હોસ્પિટલમાં કામ કરીને હજારો ગરીબ દર્દીઓને નવજીવન આપ્યું. આ દરમિયાન તે કોલેજોમાં મેડિકલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા તો જતા જ હતા. તેમના હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. 

2000માં ડો. પટેલ ખાનગી હોસ્પિટલમાં જોડાયા ને 2006માં ટીસીવીએસમાં જોડાયા કે જેનું નામ પછીથી એપેક્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ કરાયું. હાલમાં ડો. તેજસ પટેલ એપેક્સમાં ડિરેક્ટર છે. ડો.પટેલ હાલમાં પણ અમેરિકાની કોમનવેલ્થ યુનિવર્સિટી સહિતની ઘણી યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે સેવા આપે છે. અમેરિકાના માયો ક્લિનિકમાં વિઝિટિંગ પ્રોફેસર નિમાનારા પહેલા એશિયન બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયું છે. 

ડો તેજસ પટેલે મેડિકલ ક્ષેત્રે ઘણાં નોંધપાત્ર સંશોધનો કર્યાં છે. તેમણે યુરોપીય ટેકનીકમાં સુધારા કરી નવી ટેકનવિક વિકસાવી છે. આ નવી પદ્ધતિથી દર્દીઓની તકલીફ ઘણી ઓછી કરી શકાય છે. ડો પટેલે વિદેશમાં પણ અનેક ડોક્ટરોનેને આ નવી પદ્ધતિની તાલીમ આપી છે. અત્યાર સુધીમાં 85 હજારથી વધારે કાર્ડિયાક સર્જરી કરી ચૂકેલા ડો.પટેલે ના યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કર્યા છે. 

થોડા સમય પહેલાં ડો. તેજસ પટેલે વિશ્વના ફર્સ્ટ-ઇન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન મારફતે પોતાની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેથિરાઇઝેશન લેબથી લગભગ 32 કિમીના અંતરે આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાંથી સફળ ઓપરેશન કરીને નવી સિધ્ધી મેળવી હતી. દૂર બેઠાં બેઠાં ટેલિરોબોટિક સર્જરીની આ સિધ્ધી મેળવનારા ડો. પટેલ ભારતના પહેલા સર્જન છે.  

ડો. પટેલે ઘણી સેલિબ્રિટીને પણ નવજીવન આપ્યું છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના પ્રમુખ સ્વામી મહારાજની હૃદયની તેમણે કરી હતી. ડો. તેજસ પટેલ એ ઓપરેશનને પોતાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ માન છે. પ્રમુખ સ્વામીના હૃદયે તેમના હૃદયમાં પરિવર્તન લાવી દીધું. 

એ સર્જરી પછી ડો. પટેલે વધુ ને વધુ પ્રમાણમાં જરૂરીયાતમંદોની સર્જરી કરતા થયા છે. હાલમાં ગરીબો અને મધ્યમ વર્ગની સેવામાં જીવન સમર્પિત કરનારા ડો. તેજસ પટેલ હજુ વધુ સંશોધનો કરીને લોકોની તકલીફો દૂર કરવા માટેના ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. 

0Shares