- સિધ્ધિ

લવજી બાદશાહઃ બાદશાહની જેમ દાન કરતા બિઝનેસમેન

દુનિયામાં ધનિકો બહુ હોય છે પણ એ ધન સમાજના હિતમાં વાપરવાની છાતી બહુ ઓછા લોકો પાસે હોય છે. વિદેશમાં તો પોતાની તમામ સંપત્તિ જ લોકો માટે દાનમાં આપી દેનારા સંખ્યાબંધ અબજોપતિઓ પાક્યા છે પણ આપણે ત્યાં એવા વિરલા બહુ ઓછા છે. 

સુરતના લવજી બાદશાહ આવા જ વિરલાઓમાં એક છે. લવજી ડાલિયા ઉર્ફે લવજી બાદશાહ એક સફળ બિઝનેસમેન તો છે જ પણ તેના કરતાં તેમની વધારે મોટી ઓળખ એક દરિયાદિલ સમાજસેવક તરીકેની છે. શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતનાં ક્ષેત્રોમાં તેમણે કરેલી કામગીરીને આખી દુનિયાએ જોઈ છે. સેવા કરવા માટે છૂટા હાથે દાન કરતા લવજીભાઈને એટલે જ પ્રેમથી સૌ બાદશાહ કહે છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણાના સેંજલિયામાં ગરીબ પરિવારમાં લવજીભાઈ જન્મ્યા. સેંજલિયા એકદમ અંતરિયાળ ગામ અને  કોઇ કનેક્ટિવિટી નહીં. આઠ ધોરણ સુધી ભણ્યા પછી તેમણે છોડી દીધું અને 1884માં 15 વર્ષની વયે સુરત આવ્યા કેમ કે પરિવાર  પણ તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થતાં રૂપિયા 25 હજારનું નુકસાન થયું. 

એ પછી એક સંબંધીએ કારખાનું સંભાળવા કહેતાં લવજીભાઈએ કારખાનું સંભાળી લીધું અને 1990માં રૂપિયા 25 હજારના દેવામાંથી મુક્ત થયા. 1994  સુધી નોકરી કરી પણ મજા નહોતી આવતી તેથી બહુ ધંધા કરી જોયા. કાપડની દુકાન શરૂ કરી. પછી વલસાડથી વાપી સુધી દરેક મીઠાઇની દુકાનમાં માવો સપ્લાય કરતો. 

ઘણું બધું કરી જોયું પણ બધામાં નિષ્ફળ ગયો. એ વખતે મિત્રોએ એક રસ્તો બતાવ્યો ને કહ્યું કે મકાન બનાવીને વેચો તો નોકરી કરતાં વધારે સારું મળે.  એ વખતે નોકરી છોડી દેવી એક સાહસ હતું કારણ કે પાસે મૂડી ન્હોતી. જો કે જેમને ત્યાં નોકરી કરતો હતો તેમણે મદદ કરીને પૈસા આપ્યા અને લવજી બાદશાહે મકાન બનાવીને વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ કામ માફક આવતું ગયું અને એ રીતે લવજી બાદશાહ બિલ્ડર બની ગયા. 

આજે લવજી બાદશાહ અબજોનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે. શ્રી ઈન્ફ્રા અ અંજનિ ઈન્ફ્રા કંપનીઓના નામે રીયલ એસ્ટેટમાં સિક્કો જમાવનાપરા બાદશાહે પછીથી અવધ નામે કંપની ખોલી. 2010માં ખોલેલી આ કંપની આજે ગુજરાતની ટોચની રીયલ એસ્ટેટ કંપનીઓમાં એક છે. 2014માં બાદશાહે વેન્ચુરા એરકનેક્ટ નામે કંપની ખોલીને ગુજરાતમાં એર ચાર્ટર્સ તથા એર કાર્ગો વિમાની સેવા શરૂ કરી. સાથે સાથે લોકોને સસ્તા ભાવે વિમાની મુસાફરી પણ શરૂ કરી છે. આ સાહસ પણ સફળ નિવડશે તેનો તેમનો વિશ્વાસ છે. 

લવજી બાદશાહે બિઝનેસની જેમ સમાજ સેવામાં પણ બહુ મોટું કામ કર્યું છે. આપણો સમાજ પુરૂષ પ્રધાન માનસિકતામાંથી બહાર નથી આવતો અને . દીકરા અને દીકરી વચ્ચે આજે પણ ભેદભાવ થઇ રહ્યો છે ત્યારે તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા કમર કસી છે. 

લવજી બાદશાહ દીકરીઓના જન્મ પર સુકન્યા બોન્ડ આપે છે કે જેથી મા-બાપને દીકરી ભારરૂપ ના લાગે.  આડકતરી રીતે લવજી બાદશાહ નવજાત બાળકીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 200 કરોડ રૂપિયા કરતાં વધારેના બોન્ડ આપ્યા છે. આ સિવાય હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ વગેરેમાં પણ તેમણે કરોડોનાં દાન કર્યાં છે. 

એક બહેતર સમાજનું સર્જન કરવા માટે બાદશાહની જેમ દાન આપતા લવજી બાદશાહની જીંદગી સાચે જ પ્રેરણાદાયક છે. 

0Shares