- OFF BEAT

International Men’s Day 2019: જાણો કેવી રીતે થઈ પુરુષ દિવસની શરૂઆત

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પુરુષો સામેના ભેદભાવ, પજવણી અને અધિકારો માટે લગભગ 80 દેશોમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મેન્સ ડેની થીમ પુરુષો અને છોકરાઓ માટે તફાવત બનાવવાનો છે. આ દિવસને યુનેસ્કો દ્વારા સહયોગ પ્રાપ્ત છે.

કેવી રીતે થઈ પુરુષ દિવસની શરૂઆત

આંતરરાષ્ટ્રીય મેન્સ ડેની શરૂઆત 7 ફેબ્રુઆરી 1992ના રોજ થોમસ ઓસ્ટર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસની કલ્પના ફક્ત 8 ફેબ્રુઆરી 1991ના રોજ કરવામાં આવી હતી. 1999માં ત્રિનિદાદ અને ટોબેગોમાં આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. 1923માં, 8 માર્ચે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સામે ઘણા પુરુષો દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની માંગ કરવામાં આવી હતી.
 
આ માટે, પુરુષોએ પણ આંદોલન કર્યું હતું અને 23 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવાની માંગ કરી હતી. 19 નવેમ્બર 1999ના રોજ ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધીરે ધીરે, આ દિવસ વિશ્વભરમાં ઉજવવાનું શરૂ થયું.

વર્ષ 2007માં ભારતે પહેલીવાર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરી હતી. લિંગ સંબંધોને સુધાર અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુરુષ દિવસ, પુરુષોની ઓળખના સકારાત્મક પાસાઓ પર વાત કરવા માટે છે.

0Shares