- CURRENT AFFAIRS, NATIONAL NEWS

2020: 1 જાન્યઆરીએ દુનિયામાં આટલા લાખ બાળકોએ લીધી જન્મ, ભારત પહેલા સ્થાને

યુનિસેફના આંકડા દર્શાવે છે કે નાઇજીરીયા ત્રીજા નંબરે છે, જ્યાં વર્ષના પહેલા દિવસે 20,210 બાળકોનો જન્મ થયો હતો. તે પછી પાકિસ્તાન (14,910), ઇન્ડોનેશિયા (13,370), યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (11,280), કોંગો (9,400), ઇથોપિયા (9,020) અને બાંગ્લાદેશ (8,370) છે.

યુનિસેફે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 2016માં દર પહેલા 24 કલાકમાં અનુમાનિત 2600 બાળકો મૃત્યુ પામ્યા હતા. લગભગ 20 લાખ નવજાત શિશુઓ માટે તેમનો પહેલો સપ્તાહ જ છેલ્લો હતો. આ શિશુઓના મોતનું કારણ સેપ્સિસ અને ન્યુમોનિયા જેવા રોગોને જણાવવામાં આવ્યા છે. યુનિસેફનો દાવો છે કે આ મૃત્યુઓને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.

યુનિસેફે ભારત વિશે કહ્યું છે કે, અહીં દરરોજ 69 હજાર બાળકો જન્મે છે. માતા અને બાળક બંને માટે જન્મનો પ્રથમ દિવસ જોખમી હોય છે કારણ કે આ દિવસે અડધા મૃત્યુ દર નોંધાયેલા છે જ્યારે 40 ટકા બાળકો જન્મના દિવસે જ મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે, આશરે 50 લાખ બાળકો ઘરમાં જ જન્મે છે. બાળકોના મૃત્યુને અટકાવવા માતાઓને આરોગ્યની સારી સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. યૂનિસેફે તે બાળકની પણ જાણકારી આપી છે જે નવા વર્ષે દુનિયામાં સૌથી પહેલું પેદા થયું હોય. આ બાળક ફિજીનું છે જેનો જન્મ 12.10 વાગ્યે થયો.

0Shares