- CURRENT AFFAIRS, NATIONAL NEWS

2019: દુષ્કર્મની તે મોટી ઘટનાઓ, જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો

દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઈ સતત ચર્ચા થતી રહે છે. કાયદો બનાવનારા નવા-નવા વાયદા કરતા રહે છે અને કાયદાનું પાલન કરાવનારા મોટા-મોટા દાવા. પરંતુ આ વર્ષે પણ મહિલાઓ સાથે એવી ઘણીબધી ઘટનાઓ થઈ, જેણે સમગ્ર દેશના મોઢા પર ગુસ્સો લાવી દીધો. એવા રેપ અને ગેંગરેપના મામલા સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હલાવીને મુકી દીધો. સમગ્ર દેશને ઢંઢોરી નાખે તેવી ઘટનાઓ લોકોના મગજમાં ઘર કરી ગઈ. 

વર્ષ 2019 તો જઈ રહ્યું છે, પરંતુ રેપની ઘટનાઓ ક્યારેય ન ભરાય તેવા જખમોની જેમ હંમેશા દેવશવાસીઓના દિલો-દિમાગને ખુદેળતી રહેશે. આ ઘટનાઓને યાદ કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય એ છે કે આવનારા સમયમાં આવી ઘટનાઓને અંજામ ન આપવામાં આવે તેના માટે તકેદારીરૂપી પગલા લઈ શકાય. 

હૈદરાબાદ ગૈંગરેપ મર્ડર કેસ

નિર્ભયાકાંડ બાદ 27 નવેમ્બર 2019 પણ એક એવી તારીખ બની ગઈ. જેને ભારતમાં કાળા દિવસના તરીકે યાદ કરવામાં આવશે. હકીકકતમાં, 27-28 નવેમ્બરની દરમિયાની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા પશુ ચિકિત્સક સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. પછી હૈવાનિયતની હદો પાર કરતા ચાર દરિંદાઓએ તેને આગને હવાલે કરી દીધી. આગલી સવારે મહિલા ડૉક્ટરનો બળેલો મૃતદેહ બેંગલુરુ-હૈદરાબાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અંડરપાસ નજીક મળ્યો. આ ખબર આવતા જ દેશમાં ગુસ્સો ભડકી ગયો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા. 

આ તરફ, સાયબરાબાદ પોલીસે લાશને કબ્જે કરી તપાસ હાથ ધરી. પોલીસને પહેલુ સુરાગ એક ટાયર મિકેનિક પાસેથી મળ્યુ. ત્યાર બાદ પોલીસે 29 નવેમ્બરે ચારે આરોપીઓને દબોચ્યા. સાયબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે મીડિયાને જણાવ્યું કે, એક સમજી વિચારેલા ષડયંત્ર અંતર્ગત આરોપીઓએ મહિલા ડૉક્ટરને પોતાનો શિકાર બનાવી. તમામ આરોપીઓની ઉંમર 20થી 24 વર્ષ હતી. કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા. આ દરમિયાન પોલીસે ચારે આરોપી શિવા, નવીન, આરિફ અને સી ચેન્નકેશવુલુને ઘટનાનું રિક્રિએશન કર્યા બાદ ઘટનાસ્થળ પર લઈ ગઈ. જ્યાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેમને ગોળી મારી. ઘટનાના દિવસે ઘટનાસ્થળ પાસેથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો પરંતુ બાદમાં પોલીસે દાવો કર્યો હતો કે તેણે આપઘાત કર્યો હતો.

ઉન્નાવ રેપ પીડિતાને જીવતી સળગાવાઈ

આ ઘટના બાદ પીડિતાને જે પ્રકારે મોતને ઘાટ ઉતારવામાં આવી, તેનાથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. હકીકકતમાં, પીડિતા સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતા ન્યાય માટે પોલીસના ચક્કર લગાવતી રહી. પરંતુ કંઈ ન થયું, માર્ચ 2019માં કોર્ટના આદેશ પર આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે 4 ડિસેમ્બરે દુષ્કર્મ પીડિતા ગામ ભાટન ખેડામાં પગપાળા રેલવેસ્ટેશન જઈ રહી હતી.

જેલમાંથી છુટીને આવેલા આરોપીઓએ રસ્તામાં વચ્ચે તેને પકડી લીધી અને તેને પેટ્રોલ નાખીને આગને હવાલે કરી દીધી. યુવતીની હાલત ગંભીર હતી. તે 90 ટકા બળી ગઈ હતી. જેથી તેને લખનઉના ટ્રૉમા સેન્ટરમાં રેફર કરવામાં આવી. સમગ્ર દેશમાં આ ઘટના પર ગુસ્સો જોવા મળ્યો. પીડિતાને એરલિફ્ટ કરી દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી. જ્યાં તેણે દમ તોડી દીધો. પોલીસે આ સંબંધમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

માલદામાં રેપ બાદ યુવતીને જીવતી સળગાવી

હૈદરાબાદ, ઉન્નાવ બાદ પશ્ચિમ બંગાળના માલદામાં પણ એક યુવતીનો બળી ગયેલો શબ પ્રાપ્ત થયો. શબની ઓળખ નહોતી થઈ શકી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલા સાથે પહેલા બળાત્કાર કરવામાં આવ્યો, પછી તેને આગને હવાલે કરી દીધી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાની ઉંમર લગભગ 20 વર્ષ હતી. યુવતીના મૃતદેહ પર ઈજાના ઘણા નિશાન પણ મળી આવ્યા છે.

જેનાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સળગાવ્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ અને આ દરમિયાન હાથાપાઈ પણ થઈ જેમાં છોકરીને ગંભીર ઈજા પહોંચી છે. માલદાના ડીએસપી પ્રસંતા દેબનાથે ઘટનાની પુષ્ટી કરતા જણાવ્યું કે, છોકરીના મૃતદેહને કેરોસીનથી સળગાવવામાં આવ્યો. પોલીસને શક છે કે ઘટના 4 ડિસેમ્બરની રાતની છે. શરીર પર ઈજાના અનેક નિશાન છે. મામલાની તપાસ ચાલુ છે.

બક્સર ગેંગરેપ મર્ડર કેસ

બિહારના બક્સર જિલ્લામાં 30 નવેમ્બરની સવારે એક છોકરીની સળગેલી લાશ મળવાથી હડકંપ મચી ગયો. જ્યારે મૃતદેહની તપાસ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો ખબર પડી કે છોકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. ઘટનાએ જોર પકડ્યુ. હંગામો શરૂ થઈ ગયો. મામલો વધતો જોઈ પોલીસ-પ્રશાસને પાંચ ડૉક્ટરોની ટીમ બનાવી અને છોકરીના મૃતદેહનો બીજીવાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. ત્યાર બાદ જે ખુલાસો થયો તેને જાણીને પોલીસ પણ હૈરાન હતી. પોસ્ટમૉર્ટમ કરનારા એક ડૉક્ટરે જણાવ્યું કે મૃતકની ઉંમર 20 વર્ષથી ઓછી હતી. તેની હત્યા ગોળી મારીને કરવામાં આવી ત્યાર બાદ પુરાવા મિટાવવાના મકસદથી તેને સળગાવી દેવામાં આવી. આ ઘટનાને હૈદરાબાદ જેવી ઘટના સાથે જોડીને જોવામાં આવી રહી છે.

સમસ્તીપુરમાં પણ રેપકાંડ

બિહારના બક્સરમાં એક છોકરીની સળગેલી લાશ પ્રાપ્ત થયાના ઠીક એક દિવસ બાદ સમસ્તીપુર જિલ્લામાં પણ એક મહિલાની સળગેલી લાશ મળતા હડકંપ મચી ગયો. આશંકા વ્યક્ત કરવામાં આવી કે બળાત્કાર બાદ મહિલાને જીવતી સળગાવવામાં આવી. વારદાત દમદરી ચૌરમાં રહેલા તંબાકુના ખેતરની છે. ત્યાંથી જ પોલીસને મહિલાની લાશ મળી હતી.

પોલીસે તપાસમાં જાણ્યું કે મહિલાને પેટ્રોલ નાખીને સળગાવવામાં આવી હતી. મૃતકની ઉંમર લગભગ 25 વર્ષ હતી. મૃતદેહની નજીક જ પેટીકોટ વગેરે સળગેલા પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત બાદ એફએસએલ ટીમને બોલાવી. જેથી આરોપીઓના સુરાગ એકઠા કરી શકાય. આ ઘટનાને લઈ જિલ્લાના લોકો ઘણા નારાજ હતા.

ઉજ્જૈન રેપ મર્ડર કેસ

8 જૂન 2019એ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરને એક ખબરે દહેલાવી દીધું. ત્યાં કેટલાક દરિંદાઓએ પાંચ વર્ષની એક માસૂમ બાળકીને અગવા કરી તેની સાથે રેપ કર્યો અને પછી તેની હત્યા કરી લાશને શિપ્રા નદીમાં ફેંકી દીધી. આ વારદાતને જે રીતે અંજામ આપવામાં આવ્યો. તેને સાંભળીને દરેક લોકો સહેમી ઉઠ્યા. આ ઘટનાથી શહેરાના લોકોમાં ગુસ્સો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આરોપીઓ માટે ફાંસીની માંગે જોર પકડ્યું.

વારદાતને તે સમયે અંજામ આપવામાં આવ્યો, જ્યારે બાળકી પોતાના પિતાના બગલમાં સુઈ રહી હતી. રાતના બે વાગ્યે ઉજ્જૈનના ભૂખી માતા વિસ્તારમાં એક ઈંટ ભઠ્ઠા પર કામ કરનારો પરિવાર સૂઈ રહ્યો હતો. ત્યારે દરિંદાઓએ બાળકીનું અપહરણ કર્યું. સવારે પરિવારની ઉંઘ ખુલી તો બાળકીને ગાયબ જોઈ તેમના હોશ ઉડી ગયા. તેમણે બાળકીને ઘણી શોધી પરંતુ તે ન મળી. પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસ પણ બાળકીને ન શોધી શકી. ત્યાર બાદ બાળકીની લાશ નદીમાંથી મળી હતી.

અલીગઢમાં પણ માસૂમ સાથે દરિંદગી

ઉત્તર પ્રદેશના અલીગઢની આ ઘટનાએ માણસાઈને શર્મસાર કરી દીધી. આ વર્ષે ત્યાં એક અઢી વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી અને તેનો મૃતદેહ અનેક દિવસ બાદ 7 જૂને કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો. બાળકી 31 મેએ પોતાના ઘરેથી લાપતા થઈ ગઈ હતી. બાળકીના પરિવારજનોએ તે જ દિવસે બાળકીની ગાયબ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો. પરંતુ 31 મેએ જ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણકારી લોકોને ત્યારે લાગી, જ્યારે એક કચરાના ઢગલા પાસેથી કેટલાક કુતરા લાશ જેવી ચીજને નોંચતા જોવા મળ્યા. ત્યાંથી ગંધ આવી રહી હતી. લોકો જ્યારે નજીક ગયા તો ખબર પડી કે અહીં બાળકીની લાશ પડી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અઢી વર્ષની બાળકી સાથે રેપ થયો છે. આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી ગયા. ઘરણા પ્રદર્શન થયા. આ મામલો સમાચારોમાં ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો.

બલરામપુરમાં પણ શર્મનાક વારદાત

આ વર્ષે મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર બાદ છત્તીસગઢ રાજ્યમાંથી પણ દિલ દહેલાવી દે તેવી વારદાત સામે આવી. મામલો છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો છે. જ્યાં ગઈ એક ડિસેમ્બરે પોલીસે સૂચના મળવા પર એક મહિલાનો સળગાવાયેલો મૃતદેહ પ્રાપ્ત કર્યો. મહિલાની ઉંમર લગભગ 28 વર્ષ હતી.

પોલીસે તપાસ બાદ જણાવ્યું કે, બળાત્કાર કર્યા બાદ મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક બેગ મેળવી હતી. જ્યાં પોલીસે બેગ ખોલીને તપાસ કરી તો તેમાંથી દારૂની બોટલ અને ખાવાનો સામાન મળ્યો હતો. ઘટનાના બાદ પોલીસ વધુ પુરાવા અને સુરાગ શોધવામાં લાગી છે.

0Shares