- CURRENT AFFAIRS, NATIONAL NEWS

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવાનો રસ્તો ક્લિયર થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીને લઇને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની ગઇ છે. શિવસેના-NCP-કોંગ્રેસ વચ્ચે યોજાયેલી બેઠકમાં મહારાષ્ટ્રના નવા નામને લઇને સહમતિ બની ગઇ છે. આમ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે.

શિવસેના-NCP-કોંગ્રેસ વચ્ચેની બેઠક બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે  બહાર આવીને કહ્યું હતું કે કોઇ કામ કામ માટે જઇ રહ્યો છું. આ બેઠકમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. આવતી કાલે ત્રણેય પક્ષોની પત્રકાર પરિષદ થશે. આવતી કાલે રાજ્યપાલ પાસે ક્યારે જવું છે તે નક્કી કરવામાં આવશે.

ત્રણેય પક્ષની બેઠક બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ઘણા મુદ્દાઓ પર અમારા વચ્ચે સમજૂતિ બની ગઇ છે. જો કે અમે કોઇ મુદ્દાને ટાળવા માગતા નથી. અમે બધા મુદ્દા પર આમ સહમતિ ઇચ્છીએ છીએ.

0Shares