- કરંટ અફેર્સ, વર્લ્ડ ન્યૂઝ

કરતારપુરઃ ઈમરાનના નિર્ણય પર પાક સેનાએ પાણી ફેરવ્યું

કરતારપુર કૉરિડોર માટે પાકિસ્તાની સેનાએ પોતાના જ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિર્ણયને પલટી દીધો છે. પાક સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરના જણાવ્યા અનુસાર હવે શીખ તીર્થયાત્રીઓને કરતારપુર કૉરિડોરનો પ્રયોગ કરવા માટે ભારતીય પાસપોર્ટની આવશ્યક્તા રહશે.

આ પહેલા પાકિસ્તાની પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, કરતારપુર કૉરિડોરનો પ્રયોગ કરવા માટે પાસપોર્ટની આવશ્યકતા નહીં પડે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે પાકિસ્તાની સેના અને પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચે દૂરીઓ ક્યા પ્રકારે વધતી જઈ રહી છે.

ઈમરાને કેટલાક દિવસ પહેલા ટ્વીટ કરતા લખ્યું હતું કે ભારતમાંથી કરતારપુર આવનારા શીખો માટે બે વાતો જરૂરી છે. પહેલા તેમને પાસપોર્ટની જરૂર નથી ફક્ત એક માન્ય ઓળખપત્ર જોઈએ અને બીજું તેમને 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ આવેશ્યક્તા નથી.

0Shares