- TECHNOLOGY

IPhone યુઝર્સ સાવધાન!, ગુગલમાં 10,040થી વધુ વખત આ કીવર્ડ કરાયો સર્ચ

હાલમાં લોકો એન્ડ્રોઈડ અને આઇફોન બંને ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યાં છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે એન્ડ્રોઈડ કરતા આઈફોન વધારે સુરક્ષિત છે, કારણકે પ્રીમીયમ હોવાના કારણે તેમાં વધારે સુરક્ષા ફિચર્સ આપવામાં આવે છે. પરંતુ તાજેતરના સંશોધનથી જાણવા મળ્યું છે કે ગુગલ પર આઈફોનને હેક કરવા માટે રસ્તાઓ શોધવામાં આવ્યા છે. આ પરથી માનવામાં આવે છે કે, આ ડિવાઈસ હેક થવાની સંભાવના સૌથી વધુ છે.

આઈફોન સાથે સંકળાયેલ રિપોર્ટ

ઇંગ્લેન્ડની રિસર્ચ કંપની ફર્મ કેસ 24.com અનુસાર, આઇફોનને લગતા આ ડેટા ગુગલ સર્ચમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે. સંશોધનકારોએ આ ડેટાથી જાણવા પ્રયત્ન કર્યો છે કે લોકો જુદા જુદા મોબાઇલ હેક કરવા માગે છે. જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે 'આઈફોનને કેવી રીતે હેક કરવો' એ કીવર્ડ ગુગલ પર લગભગ 10,040 વખત શોધવામાં આવ્યો છે. એવું માની શકાય છે કે હેકર્સની સાથે લોકો પણ આઈફોનને હેક કરવાનો રસ્તો શોધી રહ્યા છે. આ સિવાય 'સેમસંગના ફોનને કેવી રીતે હેક કરી શકાય છે' તે કીવર્ડને પણ ગુગલ પર 700 વખત સર્ચ કરવામાં આવ્યો છે.

એન્ડ્રોઈડ ડિવાઈસમાં નથી દાખવ્યો રસ

સંશોધન અનુસાર, લોકોને એન્ડ્રોઈડ ફોનને હેક કરવામાં રસ ઓછો છે. સેમસંગ અને એપલને છોડીને અન્ય બ્રાન્ડના ડિવાઈસને હેક કરવા માટે મહિનામાં 100થી ઓછું સર્ચ કરવામાં આવ્યું છે.

એપલે આઈફોન 11ને કર્યો હતો લોન્ચ

તમને જણાવી દઈએ કે યુએસ ટેક કંપની એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 11 સિરીઝને લોન્ચ કરી હતી. આ ડિવાઇસીસની પ્રારંભિક કિંમત 64,900 રૂપિયા છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં 6.1 ઇંચનું લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપી છે. આ સિવાય ફોનમાં એપલનું A13 બાયોનિક પ્રોસેસર આપવામાં છે, જેને લઈ કંપનીએ વિશ્વનું સૌથી ઝડપી સીપીયુ અને જીપીયુનો દાવો કર્યો છે. આ ફોનમાં  iOS 13 આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં ડાર્ક મોડ પણ આપવામાં આવ્યો છે.

0Shares