- TECHNOLOGY

2020માં WhatsApp માં મળશે આ મોટા ફીચર્સ

આ વર્ષે, WhatsAppમાં ઘણા નવા ફીચર્સ આવ્યા છે. કેટલાક ફીચર્સ પ્રાઈવેસી ફોકસ્ડ રહે છે, જ્યારે કેટલાક ફીચર્સ યુઝર્સ ઇન્ટરફેસ સાથે સંબંધિત છે. હવે ગ્રુપને પહેલા કરતાં વધુ પ્રાઈવેટ બનાવવામાં આવ્યું છે અને કોઈ તમને પરવાનગી વિના ગ્રુપમાં એડ કરી શકતું નથી.

2020માં, કંપની કેટલાક નવા ફીચર્સ લાવવાની તૈયારીમાં છે જે WhatsAppના ઉપયોગ કરવાના અનુભવને બદલશે. આમાંથી સૌથી મોટું ફીચર્સ ડાર્ક મોડ હોઈ શકે છે, પરંતુ વધુ અગત્યનું ફીચર્સ એ Disappearing Message હોઈ શકે છે.

રિપોર્ટ અનુસાર આ બંને વોટ્સએપના ફીચર્સની તપાસ કરવામાં આવી રહી છે. એન્ડ્રોઇડ એપના બીટા વર્ઝનમાં ડાર્ક મોડ આપવામાં આવ્યું છે અને તેના અંતર્ગત ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે.

મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ- કંપની છેલ્લા કેટલાક સમયથી આ સુવિધા પર કામ કરી રહી છે. અપેક્ષા છે કે, આ ફીચર્સ 2020માં આવશે. આ અંતર્ગત એક સાથે એક કરતા વધારે ડિવાઇસ અથવા સ્માર્ટફોન પર WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય છે.

ક્લોઝ ફ્રેન્ડ્સ માટે સ્ટેટસ- ઇન્સ્ટાગ્રામમાં પણ આ પ્રકારનું ફીચર્સ આપવામાં આવ્યું છે. ક્લોઝ ફ્રેન્ડ માટે કસ્ટમ સ્ટેટસનો વિકલ્પ પણ વોટ્સએપમાં આપી શકાય છે.

ઈન એપ બ્રાઉઝર- WhatsAppમાં, ઈન એપ બ્રાઉઝર્સનો વિકલ્પ પણ 2020માં આપી શકાય છે. Android Beta વર્ઝનમાં તેને સૌથી પહેલા જોવામાં આવ્યું હતું. આ અંતર્ગત, કોઈ લિંકને ખોલવા પર વોટ્સએપના ઇન્ટરફેસની બહાર જવાની જરૂર રહેશે નહીં.

ઇમેજ ફિચર સર્ચ- WhatsApp પણ એક એવા ફીચરનું પણ પરીક્ષણ કરી રહ્યું છે, જેના અંતર્ગત યુઝર્સ મોકલેલા અને રીસિવ કરવામાં આવેલી ઈમેજને વૉટ્સએપમાં સરળતાથી સર્ચ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર ગુગલ ઈમેજ સર્જને યુઝ કર

બૂમરેંગ ફીચર્સ- ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ ફીચરને જાણતા જ હશે. વીડિઓ લૂપ બનાવવાનું આ ફીચર છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સને વ્હોટ્સએપ આપવા જઈ રહ્યું છે. તે 2020માં પણ રજૂ થઈ શકે છે.

0Shares