- TECHNOLOGY

Vodafone કંપનીએ રજૂ કર્યાં આ 4 નવા પ્રીપેડ પ્લાન

Vodafone દ્વારા ભારતમાં કેટલાક નવા રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યાં છે. જેની કિંમત 129 રૂપિયાથી શરૂ થઇને 269 રૂપિયા સુધીના છે. આ નવા પ્લાનમાં અનિલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટસ સાથે ગ્રાહકોને વોડાફોન પ્લે અને G5નું સબ્રક્રિપ્શન પણ મળશે. જેમાં 24 રૂપિયાનો નવો પ્લાન પણ રજૂ કર્યો છે.

વોડાફોનના આ નવા પ્લાન 129, 199 અને 269 રૂપિયાના છે. આ સાથે કંપનીએ એક નવો 24 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ કસ્ટમર માટે રજૂ કર્યો છે. જેમાં 100 મિનીટ ઓન-નેટ કૉલિંગનો ફાયદો કસ્ટમરને મળશે. જેનો ફાયદો કસ્ટમરને રાતે 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી કરી શકશે. જ્યારે લોકલ-નેશનલ કોલ્સ માટે ગ્રાહકોને 2.5 પ્રતિ સેકેન્ડની દરથી ચૂકવણી કરવી પડશે.

વોડાફોનના 269 રૂપિયાવાળા પ્લાન અંગે વાત કરીએ તો ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે 4GB મળશે. આ પ્લાનની વેલિડીટી 56 દિવસોની છે અને ગ્રાહકોને અહીં 600 SMS નો ફાયદો પણ થશે.

વોડાફોનના 199 રૂપિયાના પ્લાનમાં 21 દિવસની વેલિડીટી તેમજ અનલિમિટેડ કોલિંગ સાથે 1 GB ડેટા રોજ મળશે.  કસ્ટમરને 100 SMS નો પણ ફાયદો મળશે.

129 રૂપિયા વાળા પ્લાનમાં કોઇપણ FUP ના કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને કુલ 300 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. અહીં પણ વોડાફોન પ્લે અને ZEE5 નું સબ્સક્રિપ્શન મળશે.

24 રૂપિયાવાળા પ્લાનમાં કસ્ટમરોને 100 મિનીટ ઓન-નેટ નાઇટ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. કસ્ટમર ઓન-નેટ કોલિંગ મિનીટસનો ફાયદો રાતે 11થી સવારે 6 વાગ્યા સુધીમાં લઇ શકશે.

0Shares