- NATIONAL NEWS, SPORTS

એશિયન ગેમ્સમાં ભારતીય ફૂટબોલ ટિમને ભાગ લેવાની મંજૂરી

જન મન ઈન્ડિયા- સંવાદદાતા  

ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસીએશને ભારતીય ફૂટબોલ ટિમ ઓગષ્ટ 2018માં ઇન્ડોનેશિયામાં યોજાઇ રહેલી  એશિયન ગેમ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દિધી છે. જો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન મંજૂરી લેખીતમાં આવે તેની  રાહ જોઇ રહ્યું છે.

ફૂટબોલ ફેડરેશનને આશા છે કે એશિયન ગેમ્સમાં ભારતીય ફૂટબોલ ટિમ અન્ડર-23 સારો દેખાવ કરી શકે છે. ફૂટબોલના કોચ સ્ટેફેન કોનસ્ટેનટાઇને ભારત સરકાર અને ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસીએશનને વિનંતી કરી હતી કે તે ભારતીય ટિમને એશિયન ગેમ્સમાં ભાગ લેવા મંજૂરી આપે.

ઓલમ્પિક્સ એસોસીએશનના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા શનિવારે નિવેદન કર્યું હતું કે ઓલમ્પિક્સ એસોસીએશન ભારતીય ફૂટબોલની એશિયન ગેમ્સમાં ભાગ લેવા મંજૂરી આપી છે. તથા તેમણે આશા રાખી હતી કે ભારતીય ફૂટબોલની ટિમ રમતમાં ઘણો જ સુધારો થયો છે, તે ટોપ 20ની અંદર આવી ગઇ છે અને આશા છે કે તે પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરશે.

હાલમા ભારતીય ટિમનું સંપૂર્ણ ધ્યાન મુંબઇ ખાતે ચાલી રહેલી ઇન્ટરકોનટિનેન્ટલ કપ ઉપર છે, જેમાં તે ફાઇનલ્સમાં કેન્યા સાથે ટકરાશે. આ પહેલા ભારતીય ટિમે સાતમી જૂનના રોજ ન્યુઝીલેન્ડની ટિમ હરાવી હતી. તો કેન્યાની ટિમે ચીનની તાઇપાઇ ટિમને હરાવી ફાઇનલ્સમાં પહોચી છે.

ભારતીય ટિમમાં કેપ્ટન સુનિલ છેતરીનો દેખાવ ઉત્તમ રહ્યો હતો. વિશ્વ રેન્કીંગમાં છેતરીનો ટોચના દસ ખેલાડીઓમાં સમાવેશ થાય છે. તે ભારતીય ટિમના સેન્ટ્રલ ડિફેન્ડર સંદેશ ઝીંગ્હાને   પણ પાછલી તમામ સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો. 

કોચ સ્ટેફને એશિયન ગેમ્સની તૈયારી વિશે વાત કરતાં કહ્યું હતું કે જુલાઇ મહિનામાં તે ટિમને પ્રશિક્ષણ તાલિમ માટે ખાસ કેમ્પનું આયોજન કરશે. હાલની ભારતીય ટિમમાંથી 11 ખેલાડી અન્ડર-23 એશિયન ગેમ્સમાં ભાગ લઇ શકે તેમ છે.

ભારતીય ફૂટબોલ ટિમનું પ્રદર્શન છેલ્લા થોડા વર્ષથી એટલું સુધર્યું છે કે તેના ચાહકો દિન દુગની રાત ચોગની વધી રહ્યાં છે.

ફૂટબોલ રમતના નિષ્ણાંતો માને છે કે ભારતીય ટિમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે તેના પગલે તેમને ઘણું બધુ શીખવા મળશે અને 2019માં યોજનાલરી એએફસી એશિયન ગેમ્સની પૂર્વ તૈયારી પણ થઇ જશે. જેટલી વધુ આંતરરાષ્ટ્રીય મેચ તે રમશે, તેટલો વધુ ફાયદો તેમને તેમની રમત સુધારવામાં થશે.

એશિયન ગેમ્સમાં માટે ઇન્ડોનેશિયા કેમ પસંદ થયું ?

 

18મી એશિયન ગેમ્સ માટે ઇન્ડોનેશિયાના જાકાર્તા-પાલેમબાગની પસંદગી સરળતાથી થઇ નહતી. એશિયન ગેમ્સ કમિટિએ  એ પહેલા વિયેતનામના હેનોઇ શહેરમાં 18મી એશિયન ગેમ્સના આયોજન માટે મંજૂરી આપી હતી. જો કે સમિતિએ લાગ્યુ કે વિયેતનામ સફળતાં પૂર્વક આયોજન નહિ કરી શકે અને માળખાગત સુવિધાનો ખૂબ અભાવ હોવાથી ખેલાડીઓને પણ તકલિફ પડશે, તેવું લાગતું હતું કે વિયેતનામ સરકાર જરૂરી 300 મિલિયન ડોલરનો ખર્ચ કરી માળખાગત સુવિધા ઉભી કરી શકશે કે નહિં. જ્યારે વિયેતનામ સરકારને પણ લાગ્યું કે એશિયન ગેમ્સના આયોજનથી તેને કોઇ મોટો લાભની અપેક્ષા નથી, તેથી ત્યાં વડાપ્રધાને 2014માં એશિયન ગેમ્સના આયોજનમાંથી પીછેહઠ કરી હતી.

ત્યારબાદ એશિયન ગેમ્સની સમિતિ સમક્ષ  ઇન્ડોનેશિયાના સુરાબાયા અને દુબઇ સ્થળ બચ્યા હતાં.  ભારતને પણ આ વરસે એશિયન ગેમ્સ યોજવામાં રસ હતો, પરંતુ તેણે આ માટે બિડીંગમા ભાગ જ લિધો નહિં. કારણકે ઓલમ્પિક કમિટિને દેશના વડાપ્રધાને મુલાકાત જ આપી કે તે આ મૂદ્દે ચર્ચા કરી શકે અને સરકારના સહયોગની મંજૂરી લઇ શકે.

ઓસીએની ટિમે 2014માં ઇન્ડોનેશિયાના ચાર શહેરોના મુલાકાત લિધી હતી. આખરે તેમણે જાકાર્તા અને પાલમબેન્ગની પસંદગી કરવામાં આવી હતી. તેના પાછળ બન્ને શહેરની માળખાગત સુવિધા, સારી પરિવહન વ્યવસ્થા અને સ્ટેડિયમ સારા હોવાના કારણે ઓસીએને લાગ્યુ કે હોસ્ટ તરીકે જાકાર્તા અને કો-હોસ્ટ તરીકે પાલમબેન્ગ ઉત્તમ શહેરો રહેશે.

જાકાર્તામાં 18 રમતની સ્પર્ધા યોજાશે, જ્યારે બાકીની રમત પાલમબેન્ગ ખાતે યોજાશે. ઇન્ડોનેશિયા સરકારે જાકાર્તામાં 10 હેક્ટર જમીન ઉપર એથલેટિક્સ વિજેલ બનાવ્યું છે, જેના 10 ટાવરમાં  7,424 એપાર્ટમેન્ટ છે અને તેમાં 22,272 ખેલાડીઓ, કોચ, મેનેજર તથા તબિબને રાખવાની વ્યવસ્થા છે. 

0Shares