- ENTERTAINMENT

The Big Bull: અભિષેકે શેર કર્યો લુક, ફર્સ્ટ પોસ્ટર વાયરલ-PHOTO

અભિષેકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે. અભિષેક પોસ્ટરમાં થોડાક અંધારામાં અને તદ્દન પ્રભાવશાળી અવતારમાં જોવા મળી રહ્યો છે. કાળા ચશ્માં પહેરીને અને હાથમાં સોનાની વીંટી પહેરીને અભિષેકનો આ લુક એકદમ પ્રભાવશાળી લાગે છે. પોસ્ટર બેકગ્રાઉન્ડમાં, ફેડેડ ફોન્ટમાં લખવામાં આવ્યું છે, "2020 વર્ષ છે… ધ બિગ બુલ નો."

ફિલ્મનું ટાઈટલ નીચે બોલ્ડ અને ઇફેક્ટ ફોન્ટમાં આપવામાં આવ્યું છે. ફિલ્મની પંચલાઈન છે "The Man who sold dreams to India." એટલે કે, જેણે ભારતને સપના વેચ્યા. પોસ્ટર શેર કરતી વખતે અભિષેકે કેપ્શનમાં ફિલ્મની પંચલાઇન લખી છે. પોસ્ટરને ઘણું પસંદ અને શેર કરવામાં આવ્યું છે.

કેવી હશે ફિલ્મની હકાની?

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, અજય દેવગન અને આનંદ પંડિત, કુક ગુલાટીના નિર્દેશનમાં નિર્માણ પામી રહેલી આ ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આવી રહેલી માહિતી મુજબ આ ફિલ્મ 1992માં ભારતીય શેર બજારના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે બિગ બુલ ટાઇટલ હર્ષદ મહેતા માટે ઉપયોગમાં લેવાતું હતું, જે આ કૌભાંડનો મુખ્ય આરોપી હતો.

0Shares