- ENTERTAINMENT

દીપિકાની પ્રિયા પ્રકાશ વૉરિયરને ચેલેન્જ, આંખ મારતો VIDEO VIRAL

તાજેતરમાં દીપિકાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના માધ્યમથી દીપિકાએ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયરને એક ચેલેન્જ આપી છે. દીપિકાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે માલતીના લુકમાં જ જોવા મલી રહી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Episode 3 of #dpisms !!! @priya.p.varrier #chhapaak #10thjanuary

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Dec 29, 2019 at 3:06am PST

દીપિકા સાથે વીડિયોમાં ફિલ્મના નિર્દેશક મેઘના ગુલઝાર પણ છે. દીપિકા વીડિયોમાં મેઘના સાથે વાત કરે છે અને પછી આંખ મારે છે. વીડિયોના અંતમાં લખેલું આવે છે, 'ટેગ ધેટ પ્રિયા વૉરિયર' દીપિકાએ વીડિયો શેર કરતા પ્રિયા પ્રકાશ વૉરિયરને ટેગ પણ કર્યું છે.

આ પહેલા દીપિકાએ એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં દીપિકા ફિલ્મ 'છપાક'ની નિર્દેશક મેઘના ગુલઝારની મસાજ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયો અપલોડ થતા જ ઝડપથી વાયરલ પણ થવા લાગ્યો હતો. ત્યાર બાદ હવે દીપિકાએ નવો વીડિયો શેર કર્યો છે.

0Shares