એર માર્શલ વિવેક રામ ચૌધરીએ ગુરુવારે ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ (Vice Chief)નો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યા લીધી છે. અગાઉ તેમને એરફોર્સ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવ્યું હતું.
અત્યાર સુધી એર માર્શલ ચૌધરી એરફોર્સના વેસ્ટર્ન એર કમાન (ડબ્લ્યુએસી)ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે ફરજ બજાવતા હતા. આ કમાનની પાસે સંવેદનશીલ લદાખ ક્ષેત્રની સાથે-સાથે ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની જવાબદારી છે.
Delhi: Air Marshal VR Chaudhari receives Gaurd of Honours at Air Force Headquarters. He took charge as IAF's new Vice Chief of Air Staff today. pic.twitter.com/B33sc7dYAk
Advertisement— ANI (@ANI) July 1, 2021
લગભગ 38 વર્ષની કારકિર્દીમાં તેમણે એરફોર્સના વિવિધ ફાઇટર અને ટ્રેનર વિમાનો ઉડ્યા છે. તેમની પાસે મિગ-21, મિગ-23 એમએફ, મિગ-29 અને સુખોઈ-30 એમકેઆઈ ફાઇટર એરક્રાફ્ટની ઓપરેશનલ ફ્લાઇંગ સહિત 3800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.