આજરોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ તથા આણંદ જિલ્લા તલાટી મંડળના આદેશ અનુસાર ઉમરેઠ તાલુકા તલાટી મંડળ દ્વારા પ્રમુખ કે.એ સોલંકીની આગેવાનીમાં ઉમરેઠ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને અચોક્કસ મુદતની હડતાલમાં જવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ તકે ઉમરેઠ તાલુકાના તમામ કુલ 19 તલાટીઓ જોડાયા હતા.
અગાઉના પેન્ડિંગ પ્રશ્રો બાબતે આજરોજ આ આવેદનપત્ર આપેલ હતું અને આવતીકાલથી ઉમરેઠ તાલુકામાં કુલ 39 ગામના કુલ 19 તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે અને આ હડતાળ દરમ્યાન હરઘર તિરંગા અંતર્ગત ગ્રામપંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી, ડિઝાસ્ટર અંગેની કામગીરી તેમજ કોરોના વાયરસની કામગીરી અને ગાય માતાને લગતી લમ્પી વાયઇરસ અંગેની જાહેરાતની કામગીરી કરશે.
આ સિવાય બધી કામગીરી સદંતર બંધ રહેશે તેવું ઉમરેઠ તાલુકા તલાટી મંડળના પ્રમુખ કે.એ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટઃ કાલુ બડે ઉમરેઠ