રાજપીપલાના વકીલ નર્મદા જીલ્લાના બાર એસોમાં સભ્યપદ મેળવવા અરજી કરતા તેઓની અરજી સામે વકીલોનો વિરોધ હોય તેની સામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા હાઇકોર્ટ સમક્ષ સભ્યપદ મેળવવાની અરજી કરતા નામદાર કોર્ટે તેઓની અરજી નકારતાનું વલણ કરતા તેઓની ફરીથી અરજી કરવાની વિનંતી ગ્રાહ્ય રાખતો હુકમ કરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસારબાર પ્રમુખના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૦માં રાજપીપલાના વકીલ નર્મદા જીલ્લાના બાર એસોસીયેશનમાં સભ્યપદ મેળવવા અરજી ગુજારેલ અને તે સમયે તરત લોકડાઉન આવી જતા તેઓની અરજી પર જે તે સમયે કોઇ નિર્ણય ન થતા તેઓએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નર્મદા જિલ્લાના બાર એસોસીયેશના હોદ્દેદારો ઉપર ગંભીર પ્રકારનો આરોપ મુકીને અરજી કરેલ. જેમાં નર્મદા જીલ્લાના બાર એસોસીયેશન હોદેદારો પર નોટીસ કાઢેલ. જેમાં નર્મદા જીલ્લા બારએસોસીએશને તેઓની અરજી પ્રિમેચ્યોર હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ નર્મદા જીલ્લાના બાર એસોસીએશનની મીટીંગમાં તેઓની અરજી મુકવામાં આવતા નર્મદા જીલ્લાના બાર એસોસીયેશને સર્વાનુમતે ઠરાવેલ કે “નર્મદા જીલ્લાના બારએસોસીયેશનના હોદેદારો ઉપર ગંભીર પ્રકારનો આક્ષેપો મુકેલ હોય જે માટે લેખીતમાં દિલગીરી વ્યકત કરવી અને ભવિષ્યમાં નર્મદા જિલ્લા બાર એસોની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડશે નહી તેવી લેખીતમાં બાંહેધરી આપવી.તો તેઓની અરજી સ્વીકારવામાં આવશે.
સદર ઠરાવની જાણ થતા સદર વકીલે નામદાર હાઇકોર્ટમાં સદર ઠરાવને પડકારતી અને નર્મદા જીલ્લાના બાર એસોમાં સભ્યપદ મેળવવાની દાદ સાથે રીટ દાખલ કરેલ જેમાં ગત તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ હાઇકોર્ટે તેઓની અરજી નકારતુ વલણ કરતા તેઓની ફરીથી સભ્યપદ મેળવવા અરજી કરવાની વિનંતી ગ્રાહ્ય રાખતો હુકમ કરેલ છે.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા