Indian Cricketers Wife: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલની ફાઈનલ રવિવાર (29 મે) એ રમાઈ ગઈ. દર વખતની જેમ આ વખતે પણ આ લીગમાં દુનિયાના સૌથી મોટા-મોટા સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો. જ્યારે વાત સ્ટાર્સની થઈ રહી હોય તો આ મામલે ભારતીય ખેલાડીઓની પત્નીઓ ક્યાં પાછળ રહેવાની છે. હંમેશા આ લોકો પણ કેમેરાની નજરમાં આવીને મહેફિલ લૂટી લે છે. આ આઈપીએલમાં પણ તેમની હાજરીએ મેદાનમાં ગ્લેમરનો ભરપૂર તડકો લગાવ્યો.
દર વખતની જેમ આ વર્ષે પણ આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) સ્ટેડિયમ પહોંચીને કોહલીનો ઉત્સાહ વધારતા જોવી મળી. અનુષ્કા જ્યારે પણ મેદાનમાં આવે છે તો કેમેરાની નજર તેના પર જરૂર પડી જાય છે. અનુષ્કાએ આ સીઝનમાં પણ પોતાના ગ્લેમર્સ અંદાજથી ખૂબ છવાઈ.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પત્ની નતાશા સ્ટેનકોવિક પોતાની હૉટનેસ માટે ઓળખાય છે. નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાને દરેક મેચમાં સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી. હાર્દિક પોતાની પત્નીને પોતાના માટે ગુડલક માને છે. બંન્ને સાથેની તસ્વીરો હંમેશા સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દે છે.
રોહિત શર્મા (Rohit Sharma)ની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) હંમેશા મેદાન પર રોહિત શર્મા માટે દુઆઓ માંગતા પણ જોવા મળે છે. ફેન્સ તો રિતિકાને રોહિતનું ગુડલક પણ માને છે. રિતિકા જ્યારે પણ મેદાન પર હોય છે તો રોહિતની બેટિંગ ધુંઆધાર જોવા મળે છે. આઈપીએલની આ સીઝનમાં પણ રિતિકા સજદેહ મુંબઈની દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળી.
ચહલ (Yuzvendra Chahal)ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) પોતાની સુંદરતા ઉપરાંત પોતાના ડાન્સને લઈને ખેલાડીઓ અને પ્રશંસકો વચ્ચે લોકપ્રિય છે. ઘણા ખેલાડીઓ સાથે તેના ડાન્સના વીડિયો સોશિયલ સાઈટ પર ઘણા પસંદ કરવામાં આવે છે. આ સીઝનમાં મેદાન પર ધનશ્રી વર્માના આવ્યા બાદ ગ્લેમરનો ભરપૂર તડકો લાગ્યો.
જસપ્રીત બુમરાહે ગયા વર્ષે જ ગોવામાં પોતાની પ્રેમિકા સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે સાત ફેરા લીધા હતા. 31 વર્ષીય સંજના પૂર્વ મૉડલ અને સ્પોર્ટ્સ એન્કર પણ છે. સંજના ગણેશન (Sanjana Ganesan) પણ આ સીઝનમાં જસપ્રીત બુમરાહને સપોર્ટ કરતા જોવા મળી હતી.