હિન્દી સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, હૃદય સંબંધિત બિમારીના કારણે તેમનું અવસાન થયું છે અને તેમણે 03 ઓગસ્ટની સાંજે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા. એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેઓ સાજા થઈ ગયા હતા. જે બાદ તેમને તેમના વતનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે.
આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
મિથિલેશ ચતુર્વેદીની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં અને પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું છે. તેઓ ફિઝા, કોઈ મિલ ગયા, સત્યા, ગદર: એક પ્રેમ કથા, બંટી ઔર બબલી, ક્રિશ, તાલ, મોહલ્લા અસ્સી અને રેડી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે વેબ સિરીઝ સ્કેમ 1992: ધ હંસલ મહેતા સ્ટોરીમાં પણ કામ કર્યું હતું.
આ વેબ સિરીઝમાં કરી રહ્યા હતા કામ!
રિપોર્ટ અનુસાર, તેમણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે તેઓ ‘ટલ્લી જોડી’માં નજર આવ્યાં હતાં. આ ઉપરાંત તેઓ અન્ય પણ ઘણી વેબ સિરીઝમાં કામ કરવાં માટે સાઇન થયા હોવાની વાતો સામે આવી હતી. જોકે બાદમાં તે અંગે વધુ માહિતી સામે આવી ન હતી.