દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની કંપનીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. સોમવારે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અનિલ ધીરુભાઈ અંબાણી સમૂહ (ADAG Group)ને મોટો ઝટકો આપ્યો છે અને તેમની ફાયનાન્સિયલ કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડને બોર્ડને સસ્પેન્ડ કરી દઈ સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.
મળતી માહિતી મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ રિલાયન્સ કેપિટલના બોર્ડને બોર્ડ વિખેરી નાખ્યું છે. આરબીઆઈએ (રિઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે.
રિલાયન્સ કેપિટલે લોનના હપ્તા ચૂકવવા માટે લેણદારોને ઘણા પ્રસંગોએ ડિફોલ્ટ કર્યા પછી આરબીઆઈએ આ કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને રિલાયન્સ કેપિટલમાં કોર્પોરેટ ગવર્નન્સ (કોર્પોરેટ ગવર્નન્સ)માં પણ ખામીઓ જોવા મળી છે.
આરબીઆઈએ કહ્યું કે તેણે કંપનીનું બોર્ડ હટાવીને તેની તમામ સત્તાઓ પોતાને હસ્તક લઈ લીધી છે. RBIએ આ સાથે જ રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાયની નિયુક્તિ કરી છે.
આપને જણાવી દઈએ કે, અનિલ અંબાણીની નોન બેન્કિંગ કંપનીએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લીધેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું હતું. કંપનીએ બે દિવસ પહેલા આ અંગે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી.