અમરેલી: હાલ રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથકમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. આમ, રાજ્યમાં
આગામી દિવસોમાં અન્ય ભાગોમાં પણ ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, ચોમાસાની શરૂઆત પહેલા જ વિવિધ શહેરોમાં તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે.
જે અંતર્ગત અમરેલીના બગસરા તાલુકામાં આગામી વરસાદની સીઝનને લઈ પ્રિ મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બગસરાના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા હાલ પ્રિ મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Advertisement
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે લોકોને વીજળીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ પીજીવીસીએલ વિભાગ દ્વારા કામ શરુ કરવામાં આવ્યું છે.
Advertisement