બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના આદ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના દિવસે 95 વર્ષે સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા. BAPSના દેશ-વિદેશ ખાતે રહેતાં કરોડો અનુયાયીઓ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે.
ત્યારે અમરેલી ખાતે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે 31 મેના રોજ વ્યસ્ન મુક્તિ મહારેલીનું આયોજન કરવામાં આવનાર છે. દેશ વ્યસન મુક્ત બને તે માટે BAPS સંસ્થાના બાળકો આ મામલે અભિયાન ચલાવશે. અમરેલીના રાજમાર્ગો પર નીકળી લોકો વ્યસન છોડે એ માટે સંદેશો પાઠવાશે.
Advertisement
Advertisement