જમ્મુ-કાશ્મીરના ત્રીજા દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રીનગરમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મંચ પરથી પોતાની સુરક્ષામાં રહેલ બુલેટ પ્રુફ ગ્લાસ શીલ્ડ હટાવડાવ્યું હતું.
તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, હું તમને કહેવા માંગું છું કે તમે તમારા મનમાંથી ભય અને ડર કાઢી નાંખો. શાહે ઉંમેર્યું હતું કે “મને ખૂબ ટોણા મારવામાં આવી રહ્યા છે. મારા વિશે ઘણું બોલવામાં આવ્યું હતું. ખૂબ જ કડક શબ્દોમાં બોલવામાં આવ્યું હતું. પણ હું આજે તમારી સાથે ખુલ્લેઆમ વાત કરવા માંગુ છું.
#WATCH I was taunted, condemned… Today I want to speak to you frankly, which is why there is no bullet proof or security here….Farooq Sahab has suggested me to speak with Pakistan but I will speak to the youth & people of Valley…: Union Home Minister Amit Shah in Srinagar pic.twitter.com/QsFEVtZ0hC
Advertisement— ANI (@ANI) October 25, 2021
જેથી હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું.” તેમણે જમ્મુ કાશ્મીરના યુવાઓ સાથે મિત્રતાને હાથ પણ લંબાવ્યો. તેમણે કહ્યું કે, હું ઘાટીના યુવાઓ સાથે સીધો વાત કરીશ.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા વિશે વાત કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, “મેં સમાચારપત્રમાં વાંચ્યું. ફારુક સાહેબે મને સલાહ આપી છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈ. ફારુક સાહેબ સીનિયર વ્યક્તિ છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
પરંતુ હું ફારુક સાહેબને કહેવા માંગુ છું કે જો હું વાત કરીશ તો હું ઘાટીના લોકો સાથે વાત કરીશ. હું ઘાટીના યુવાનો સાથે વાત કરીશ. હું તમારી સાથે કેમ વાત ન કરું? અમે ઇચ્છીએ છીએ કે અમે તમારી સાથે વાત કરીએ. હું ઘાટીના યુવાનો સાથે મિત્રતા કેળવવા માંગુ છું. હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માંગુ છું. ” આપને જણાવી દઈએ કે, અમિત શાહ શનિવારથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.