સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનું બીજું ઘર એટલે કે તેની વૈનિટી વૈન ખરેખર જોરદાર છે. જેટલું શાનદાર અલ્લૂ અર્જુનનું ઘર છે એટલી જ શાનદાર તેની વૈનિટી વૈન પણ છે.
અલ્લૂ અર્જુનની વૈનિટી વૈનનો કલર બ્લેક છે, સાથે જ તેની વૈનની આગળ અને પાછળ અલ્લૂ અર્જુનના નામનો પહેલો અક્ષર એટલે કે A લખેલો છે. જેનાથી ખબર પડે છે કે આ શાનદાર વૈનિટી વૈન અલ્લૂ અર્જુનની છે.
જેટલો સારો લુક આ વૈનનો બહારથી છે એટલો જ આ વૈનને અંદરથી ખાસ બનાવવામાં આવી છે. બહારથી આ વૈનને બ્લેક કલર આપવામાં આવ્યો છે અને અંદરથી બ્લેક, સિલવર અને ગ્રે કલરને મિલાવીને વૈનને ડિઝાઈન કરવામાં આવી છે.
એક એક્ટરની વૈનિટી વૈનની અંદર જેટલી ચીજો હોવી જોઈએ તે તમામ અલ્લૂ અર્જુનની વૈનિટી વૈનમાં રહેલી છે, બાથરૂમથી લઈને રેસ્ટ રૂમ સુધી આ વૈનિટીને સારી રીતે ડિઝાઈન કરવામાં આવી છે. આ વૈનની અંદર અલ્લૂ અર્જુન માટે એક મોટી બ્લેક કલરની ઘણી આરામદાયક સીટો પણ રાખવામાં આવી છે, જેના પર એક્ટર પૈકઅપ બાદ આરામ ફરમાવે છે.
જો કે પહેલા આ વૈનિટી વૈનનો લુક આવો નહોતો જેવો હાલ દેખાય છે, પોતાને જોઈએ એવી વૈનિટી વૈન બનાવવા માટે અલ્લૂ અર્જુને તેને મોડિફાઈડ કરાવડાવી છે. પહેલા આ વૈનની કિંમત ફક્ત 3.5 કરોડ હતી પણ અલ્લૂ અર્જુનના તેને મોડિફિકેશનમાં 4 કરોડ રૂપિયા વધારે લગાવ્યા. જ્યાર બાદ તેની કિંમત હવે 7 કરોડની આસપાસ થઈ ચૂકી છે.