Ranbir Kapoor Alia Bhatt Pregnancy Announcement: બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના બે મહિના પછી પ્રેગ્નન્સીના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે.
આલિયા ભટ્ટે કરી આ પોસ્ટ
આલિયા ભટ્ટે એક સુંદર તસવીર સાથે જાહેરાત કરી છે કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે અને બંને ડિસ્પ્લેમાં તેમના આવનાર બાળકની ઝલક જોઈ રહ્યા છે. આ દરમિયાન આલિયાના ચહેરા પર ખૂબ જ ક્યૂટ સ્માઈલ જોવા મળી રહી છે.
કેપ્શનમાં લખી આ વાત
આ સાથે જ આલિયાએ બીજી તસવીરમાં સિંહ-સિંહણ અને તેના બાળકની ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારું બાળક જલ્દી આવી રહ્યું છે.” આલિયા ભટ્ટે આ પોસ્ટ કરતાની સાથે જ ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સની સાથે-સાથે તમામ સેલેબ્સ પણ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરતા અભિનંદન આપી રહ્યા છે.
એપ્રિલ 2022માં થયા હતા લગ્ન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બે મહિના પહેલા એપ્રિલ 2022માં થયા હતા. બંનેની ગ્રાન્ડ વેડિંગ અને તેમના લગ્નની તસવીરો હેડલાઇન્સમાં રહી હતી. આવી સ્થિતિમાં લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરતા આ કપલના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.