આલિયા ભટ્ટે થોડા દિવસો પહેલા જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે અને રણબીર કપૂરે આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. હાલમાં આલિયા તેની આગામી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તેના પતિ રણબીર કપૂર તેના પગની માલિશ નથી કરતા. પરંતુ તેને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તે બીજું ઘણું કરે છે. જણાવી દઈએ કે એપ્રિલ 2022 માં એક પ્રાઇવેટ ફંક્શનમાં લગ્ન કર્યા પછી, બંનેએ જૂનમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
આલિયાનું આ રીતે ધ્યાન રાખે છે રણબીર
એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટને જયારે પૂછવામાં આવ્યું કે રણબીર કપૂર પ્રેગ્નેન્સી દરમિયાન તેનું કેવી રીતે ધ્યાન રાખે છે, તેના પર અભિનેત્રીએ કહ્યું- ‘તેમણે મારુ હંમેશા સારી રીતે ધ્યાન રાખ્યું છે. હવે તે વધુ કેરિંગ બની ગયા છે. હા, તમે પૂછવા માંગો છો કે તે મારા પગની માલિશ કરે છે તો એવું નથી. પરંતુ તે મને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણું બધું કરે છે. હવે તે તેનાથી વધુ શું કરી શકે.’
View this post on Instagram
Advertisement
આ જ ઈન્ટરવ્યુમાં આલિયાને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂર પણ આ દિવસોમાં તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. આના જવાબમાં આલિયાએ કહ્યું- ‘હું હાલમાં જ લંડનથી ત્રણ મહિનાનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કરીને પાછી આવી છું. તે સમયે મને દાળ ભાત ખૂબ જ યાદ આવતા હતા. હવે મને કોઈ મળી ગયું જે મારા માટે દાળ-ભાત અને પૌવા બનાવી શકે. મને નાસ્તામાં પૌવા ખૂબ પસંદ છે. હું ત્યાં આમલેટ બનાવતા પણ શીખી.’
આવી રહી છે આલિયાની આ ફિલ્મો
આલિયા આ દિવસોમાં તેની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં તેની સાથે શેફાલી શાહ પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે સ્ટ્રીમ થશે. આ સિવાય આલિયા પતિ રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત નાગાર્જુન, મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.