આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે મુંબઈમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા. બંનેના લગ્નની તસવીરો એક મહિના સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. આ પછી થોડા સમય પહેલા આલિયાએ તેની પ્રેગ્નેન્સીના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા. જોકે આલિયા અને રણબીર કપૂરના લગ્નની વાત કરીએ તો તેમના લગ્નમાં ગિફ્ટની કોઈ કમી નહોતી. તેમના નજીકના લોકોએ આ કપલને ઘણી મોંઘી ભેટો આપી હતી. અહેવાલો અનુસાર, આલિયા અને રણબીરે લગ્નમાં નો-ગિફ્ટ પોલિસી રાખી હતી, છતાં પણ તેમના ખાસ મિત્રો અને સંબંધીઓએ આ કપલને ઘણી મોંઘી ભેટો આપી હતી.
કરીના કપૂર
આપણે બધા જાણીએ છીએ કે કરીના કપૂર ખાન રણબીરની પિતરાઈ બહેન છે, તેથી એનું ગિફ્ટ આપવું તો વ્યાજબી હતું. તેમણે પરિવારમાં નવી વહુનું સ્વાગત પણ જોરદાર ગિફ્ટ સાથે કર્યું હતું. એક અહેવાલ મુજબ અભિનેત્રીએ આલિયાને ડાયમંડ સેટ ગિફ્ટ કર્યો હતો.
સોની રાઝદાન
રણબીર કપૂરની સાસુ, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને તેના જમાઈને ખૂબ જ સુંદર ઘડિયાળ ભેટમાં આપી હતી. જેની કિંમત આપણે વિચારીએ એના કરતા પણ વધારે છે. અહેવાલો અનુસાર, સોનીએ રણબીરને એક લક્ઝરી ઘડિયાળ ગિફ્ટ કરી છે જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
અયાન મુખર્જી
રણબીર કપૂરના નજીકના મિત્ર અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ કપલને 1 કરોડ રૂપિયાની Audi Q8 ભેટ આપી હતી. જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ રણબીર અને આલિયા અયાનની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે જે આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દીપિકા-રણવીર
દીપિકા પાદુકોણે લગ્નમાં નવા કપલને ચોપાર્ડ ઘડિયાળ ભેટમાં આપી છે. જયારે રણવીર સિંહે રણબીર કપૂરને મોટરસાઇકલ પ્રત્યેના પ્રેમને જોતા કાવાસાકી નિંજા બાઇક ભેટમાં આપી હતી.
વરુણ ધવન-અર્જુન કપૂર
બોલિવૂડ સ્ટાર વરુણ ધવને આલિયાને ગુચ્ચી શૂઝ અને અર્જુને રણબીરને ગુચ્ચી જેકેટ ગિફ્ટ કર્યું હતું. બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ આલિયાને ડાયમંડ સેટ ભેટમાં આપ્યો હતો. આલિયાની ડેબ્યુ ફિલ્મ કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ અભિનેત્રીને વર્સાચે હેન્ડબેગ ભેટમાં આપી હતી. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના લગ્નમાં આવેલા દરેક મહેમાનને કાશ્મીરી શાલ ગિફ્ટ કરી હતી.