જો તમારી પાસે પણ જૂનો Android સ્માર્ટફોન છે, તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ગૂગલ તે Android સ્માર્ટફોન કે જેનું એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાથી નીચું છે તેના માટે તેનું સપોર્ટ બંધ કરી રહ્યું છે. તેની શરૂઆત 27 સપ્ટેમ્બર, 2021થી થઇ જશે, જે પછી આવા યુઝર્સ તેમના ફોનમાં ગૂગલ ડ્રાઇવ, ગૂગલ એકાઉન્ટ, Gmail અને યુટ્યુબને એક્સેસ કરી શકશે નહીં
યુઝર્સના ફોનમાં ઓછામાં ઓછું હવે એન્ડ્રોઇડનું 3.0 Honeycomb વર્ઝન હોવું જોઈએ, જોકે ગૂગલે એક રાહત આપી છે કે જૂના વર્ઝન ધરાવતા યુઝર્સ બ્રાઉઝર દ્વારા તેમના જીમેઇલ એકાઉન્ટને એક્સેસ કરી શકશે.
9to5Googleએ એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જે કોઈ યુઝર્સને Google દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેલનો છે. એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેનાથી નીચેના યુઝર્સને Gmailમાં લોગ ઇન કરતી વખતે યુઝરનેમ અથવા પાસવર્ડ એરરનો મેસેજ મળી રહ્યો છે.
આ મેલમાં યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ફોનને અપગ્રેડ કરે. 27 સપ્ટેમ્બર પછી એન્ડ્રોઇડના આવા વર્ઝન ધરાવતા તમામ યુઝર્સને ગૂગલની એપ્લિકેશન્સ જેમ કે- જીમેલ, યુટ્યુબ, ગૂગલ મેપ વગેરેમાં લોગિન દરમિયાન એરર આવશે.
આ સિવાય જો કોઈ યુઝર્સ તે ફોનમાં નવું ગૂગલ એકાઉન્ટ બનાવશે અથવા નવા એકાઉન્ટથી લોગઇન કરશે અથવા ફેક્ટરી રીસેટ કરશે, તો પણ એરર આવશે. આ સિવાય ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ બદલતી વખતે પણ એરર આવશે.