ડભોઇ તાલુકાના કરનેટ ગામ નજીકથી બાઇક ઉપર લઇ જવાતો દારૂનો જથ્થો ડભોઇ પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. બાઈક સવાર બાઇક મૂકી ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઇ પોલીસ પી.એસ.આઈ.એ.જી.પરમારને પાક્કી બાતમી મળી હતી કે સંખેડાથી કાળા રંગની મોટરસાઇકલ ઉપર એક ઈસમ દારૂનો જથ્થો ભરી ડભોઇ તરફ આવી રહ્યો છે, જેથી ડભોઇ પોલીસ જવાનો તાલુકાના કરનેટ ગામ નજીક ઓરસંગ બ્રિજ ઉપર વોચ રાખીને બેઠા હતા.
Advertisement
આ દરમિયાન બાઈક આવતા પોલીસને જોઈ બાઈક સવાર બાઈક મુકી ભાગી છૂટ્યો હતો. પોલીસ બાઈક નજીક જઈ તપાસ કરતા જુદા-જુદા થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 63,192 રુપિયાનો વિલાયતી દારૂ તેમજ મોટરસાઇકલ રુ. 80,000ની બધું મળી રૂ.143192નો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા બાઇક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement
Advertisement