દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે. પરંતુ આ વખતે કોઈ બુટલેગર નહીં પરંતુ અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPનો ડ્રાઈવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી.
અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની ગાડીમાંથી 17 પેટી દારૂ સાથે LCBએ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હાલમાં બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ ચૌધરીએ તેમના નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન સરકારી ગાડીમાં રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતા પાંથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.