નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઉત્તરાયણ પર્વના બે દિવસ કોરોના કેસમાં ઘટાડા બાદ ફરીથી કોરનાના કેસ માથું ઉચક્યું છે. રાજ્યમાં દૈનિક 12 હજાર આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણમનો આંક 5 હજારની નજીક પહોંચ્યો છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ વધુ નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન યાદીમાં ઉમેર્યા છે.
હાલમાં શહેરમાં કુલ 111 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.
ત્યારે #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 16 તેમજ દૂર કરવામાં આવેલ 52 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી. pic.twitter.com/vNOTAJm5qXAdvertisement— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 17, 2022
આ સિવાય AMC દ્વારા સિટી બસ, BRTS, જાહેર સ્થાનો પર વેક્સિનને ફરજિયાત કરી દેવામાં આવી છે. માસ્કને લઈ ને પણ ડ્રાઈવ ચલાવાઈ રહી છે. જેથી કોરોના સંક્રમણને ઝડપથી કાબૂમાં લાવી શકાય.
જોકે સામે રાહતની વાત એ છે કે, 17 જાન્યુઆરીએ અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 147 હતી. જેમાં મંગળવારે 52 વિસ્તારને મુક્તિ આપવામાં આવતા હવે અમદાવાદમાં કુલ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 111 થઈ છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્રીજી લહેરમાં ગુજરાતમાં પ્રથમવાર 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,753 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી વધુ 5 દર્દીઓનાં મૃત્યું થયા છે.