जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • અમદાવાદ : વિદ્યાર્થીઓના સચોટ માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કારકિર્દીના ઊંબરે’ ધોરણ 12 પછી શું? પુસ્તકનું કરાયું વિમોચન
slider news વાત વિપક્ષની

અમદાવાદ : વિદ્યાર્થીઓના સચોટ માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કારકિર્દીના ઊંબરે’ ધોરણ 12 પછી શું? પુસ્તકનું કરાયું વિમોચન

16/06/2022
Share0

તા-16-06-2022 “કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ધોરણ-12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત સત્તરમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે.

તેઓએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો, ભાજપ સરકારે તો શિક્ષણને ઉદ્યોગ વેપાર બનાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ, કેન્દ્રનાં નીતિ આયોગ અને રાજ્યનો ગુણોત્સવનો રિપોર્ટ રાજ્યના કથળતા શિક્ષણનું વરવું ચિત્ર રજૂ કરે છે. રાજ્યમાં શિક્ષણનું મોટાપાયે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા સતત ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે. રાજ્યની ઈજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, સરકારી કોલેજોના ૫૫ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગ્રામ્ય વિસ્તારમાં 6000 જેટલી સ્કૂલોને તાળા મારે શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષક વિનાની શાળા, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત”ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્યક છે.

કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. નર્મદા,તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સરેરાશ કરતાં પણ ખરાબ પરિણામ સામે આવ્યું છે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. રાજ્યની જુદી – જુદી ઈજનેરી – ફાર્મસી તથા અન્ય ડીગ્રી અને ડીપ્લોમાં કોલેજોમાં વિદ્યાર્થી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, પરિણામે નામાંકિત કંપનીઓના કેમ્પસ ઈન્ટરવ્યુ, પ્લેસમેન્ટમાં ખૂબ જ ઓછી નોકરીઓ મેળવતા હોય છે. એ આપણા માટે ચિંતાનો વિષય છે.

Advertisement

સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી સૌ વાકેફ છીએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને મોબાઈલ કનેક્ટીવીટી / ઈન્ટરનેટ અને ગેઝેટસના અભાવે શિક્ષણથી વંચિત રહ્યાં. વિદ્યાર્થી ભાઈ-બહેનોને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સતત સત્તરમા વર્ષે મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા સહયોગીઓએ ખુબ જ જહેમત ઉઠાવી છે, તે બદલ તેઓને હું કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવું છું.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ અને એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવ પાછળ વેડફી રહી છે. જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓથી વંચિત રહે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-12 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન પુરું પાડતુ પુસ્તક પ્રકાશિત કરવાનું ઉમદા કાર્ય પક્ષના સંનિષ્ઠ આગેવાન ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના તમામ સહયોગીઓ મારફત કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરાહનીય પ્રશંસનીય છે. તેઓ સર્વેને અભિનંદન પાઠવીએ છીએ.

સતત સત્તરમા વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-12 પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-12 પછી ઉપલબ્ધ 200 થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40 થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્યાં સુધી જુદી-જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.

“કારકિર્દીના ઊંબરે” ધો-12 પછી શું? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.gujaratcongress.org અને www.Careerpath.info ઉપર પણ ઉબલબ્ધ થશે.

Advertisement
Advertisement

#Ahmedabad#career#PradeshCongressCommittee#threshold
Share0
પાછલી પોસ્ટ
VIDEO: નુપુર શર્માના નિવેદન પર પાકિસ્તાની મૌલાનાએ આપી પ્રતિક્રિયા, કુરાનના આધારે આપી આ શીખ
આગળની પોસ્ટ
જાણવા જેવું : આ ATMમાં 5 ગણા રૂપિયા ઉપડવા લાગ્યા, લોકો તુટી પડ્યા

Related posts

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022

VIDEO: દિવ્યાંગ શિક્ષકે નવાગામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ કરી ઓર્ગેનિક શાકભાજીની ખેતી, ચારે બાજુ થઈ રહી છે વાહવાહી

malay kotecha27/06/202227/06/2022

મેઘરાજાએ બોલાવી ધડબડાટીઃ 24 કલાકમાં 108 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, અમદાવાદમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી; હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

malay kotecha27/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220

‘હજી સુધી બાકી રહેલા રૂપિયા મળ્યાં નથી’, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર લગાવ્યો આરોપ

malay kotecha24/06/202224/06/2022
24/06/202224/06/20220

The Kapil Sharma Show Season 3: 80 અપિસોડ માટે કપિલ શર્માએ લીધી આટલા કરોડ ફી, જાણીને દિવસમાં દેખાઈ જશે તારા

malay kotecha23/06/2022
23/06/20220

Shabaash Mithu Trailer: તાપસી પન્નુની ફિલ્મ ‘Shabaash Mithu’નું ટ્રેલર રિલીઝ, ભાવુક કરી દેશે મિતાલી રાજની કહાની

malay kotecha20/06/2022
20/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022
27/06/20220

VIDEO: દિવ્યાંગ શિક્ષકે નવાગામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ કરી ઓર્ગેનિક શાકભાજીની ખેતી, ચારે બાજુ થઈ રહી છે વાહવાહી

malay kotecha27/06/202227/06/2022
27/06/202227/06/20220

મેઘરાજાએ બોલાવી ધડબડાટીઃ 24 કલાકમાં 108 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, અમદાવાદમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી; હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

malay kotecha27/06/2022
27/06/20220

નેપાળ: કાઠમંડુમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha27/06/2022
27/06/20220

27 જૂનનું રાશિફળ: કર્કને ચારેય બાજુથી મળશે સફળતા, સિંહના જાતકોને અધિકારીઓનો સહયોગ મળશે; જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

malay kotecha27/06/2022
27/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો