અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનના બે જવાનોની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ક્રાઈમમાં ફરજ બજાવતા બંને પોલીસ જવાનોએ હરીયાણાથી રૂપિયા 7 લાખની કિમતનો દારુ ગેરકાયદે મગાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ કાર્યવાહી કરતા બંન્નેની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં DG વિજિલન્સ દ્વારા બિનવારસી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં રૂપિયા 7 લાખની કિંમતનો બિનવારસી દારૂનો જથ્થો ઝડપી લેવાયા બાદ પોલીસ તપાસ ચાલી રહી હતી કે, ગેરકાયદે દારૂ લાવવામાં કોણ સુત્રધાર છે. ત્યારે પોલીસને આ મસમોટી કિમતના દારૂના જથ્થાનાં સુત્રધાર મળી ગયા છે. જેમાં અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનના બે જવાનોની ધરપકડ કરવામાં આવી છે. બંને પર હરિયાણાથી દારૂ મંગાવવાનો આરોપ છે.
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે, આટલી મોટો કિમતનો પરપ્રાંતીય દારુ આવ્યો ક્યાંથી. પોલીસ તે વિમાસણમાં હતી. આખરે આ કેસમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે મહિલા ક્રાઈમમાં બજાવતા ફરજ બજાવતા મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી ઝડપી લીધા છે.