રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે આ વધતા કોરોનાના સંક્રમણને લઈ રાજ્યના પ્રસિદ્ધ મંદિરના વ્યવસ્થાપકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ગુજરાતામં વધતા કોરોના સંક્રમણના કેસોને લઈ વિવિધ પ્રસિદ્ધ મંદિરો કે, જ્યાં ભક્તોની મોટી માત્રામાં ભીડ થાય છે તે મંદિરો હવે એક દિવસથી એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે રાજ્યમાં દૈનિક નોંધાતા કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવતા હોવાથી હવે શહેરનું સુપ્રસિદ્ધ હનુમાન કેમ્પ મંદિરને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ કરાયુ છે. એકદમથી કેસમાં ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયો. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ જોઈને મંદિરના ટ્રસ્ટી નિર્ણય લેશે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે.
હાલમાં રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે અને સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. ત્યારે મંદિરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.