जन मन INDIA
slider news અમદાવાદ ગુજરાત મધ્ય

અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યા નિવારવા સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય, BRTS રૂટમાં પણ દોડી શકશે વાહનો

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બીજી તરફ શહેર ટ્રાફિક સમસ્યાથી પણ પીડાઈ રહ્યું છે. જેને લઈ AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ટ્રાફિકની થોડીક સમસ્યા હળવી બનશે.

સાબરમતી નદી પર આવેલા નહેરુબ્રિજને સમારકામ માટે બંધ કરાયો છે. જેથી એલિસબ્રિજ પર ખુબ જ ટ્રાફિક થતો હતો. જેની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના વકરતા 18 માર્ચથી શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને અવર-જવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેથી અન્ય વાહનોની સંખ્યા વધતા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકની સમસ્યાઓ વધુ સર્જાઈ હતી.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment